• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકામાં અજાણ્યા મોટરકારની ઠોકરે ભાણવડના વૃધ્ધનું મૃત્યુ

દ્વારકામાં અજાણ્યા મોટરકારની ઠોકરે ભાણવડના વૃધ્ધનું મૃત્યુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડતાલુકાના મોટા ગુંદામાં રહેતા જેન્તીલાલ પરસોતમભાઇ પાડલીયા નામના પટેલ વૃધ્ધ દ્વારકાના કોરડા ગામના પાટિયાથી દોઢેક કિ.મી. દુર ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે જામનગર રોડ તરફથી પુરઝડપે અને બેફીકરાઇપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકાર ચાલકે જેન્તીલાલ પાડલીયાને હડફેટે લેતા તેઓ ફેંકાઇ ગયા હતાં અને તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. અકસ્માત સર્જી કાર ચાલક તેમની મોટરકાર સાથે નાશી ગયાનું જાહેર થયંુ છે. બનાવ સંદર્ભે મૃતકના પુત્ર મિતેષભાઇ જેન્તીભાઇ પાડલીયાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આઇપીસી કલમ-279, 337, 304(અ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...