ડોક્ટર અને સમાજ વચ્ચે અેકતા માટે રેલી યોજાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇએમએજામનગર તરફથી જનજાગૃતિ એકતા માટે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ડો. ગાયત્રીબેન ઠાકર, ઉપપ્રમુખ ડો. સુરેશ ઠાકર, સેક્રેટરી ડો. રાધા દિક્ષીત, ખજાનચી ડો. પ્રશાંત દીક્ષીત અને જોઇન્ટ સેક્રેટરી ડો. પ્રશાંત તન્નાની આગેવાની હેઠળ જામનગર આઇએમએના સભ્યોએ વિશાળ સંખ્યામાં પ્રભાત ફેરીમાં હાજરી આપી હતી. ડોકટર્સ વચ્ચે એકતા, ડોકટર્સના પરિવારો વચ્ચે એકતા, ડોકટર્સ અને સમાજ વચ્ચે એકતા, અસ્થમા માટે જનજાગૃતિ, થેલેસેમિયા અટકાવવા માટે જનજાગૃતિ તેમજ સ્વચ્છ જામનગર સ્વસ્થ જામનગરનો સંદેશ લઇ રેલી લાલ બંગલા સર્કલ પાસે માનવ સાંકળમાં ફેરવાઇ ગઇ હતી. એડીશ્નલ ડીન ડો. પંકજ બુચ, સુપ્રીન્ટેન્ડેન્ટ ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ ડો. નંદીનીબેન દેસાઇ, ગુજરાત આઇએમએના ભૂતપૂર્વ પ્રમુખ ડો. દેવાંશુભાઇ શુકલ તથા સૌ.યુનિ. સેનેટના સભ્ય ડો. વિજયભાઇ પોપટે રેલીને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતાં. ત્યાર બાદ સુમેર કલબમાં આઇએમએ પરિવાર સ્પોર્ટસ ઇવેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. દિપક રાવલ, ડો. રાધાબેન દિક્ષીત અને ડો. પ્રશાંત દીક્ષીતે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...