• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • બાઇકસવાર સમડીએ મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી લીધો

બાઇકસવાર સમડીએ મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધરાતે બનેલા બનાવથી પોલીસ તંત્ર દ્વારા નાકાબંધી કરાઇ

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરમાંવધતા જતા ચીલઝડપના બનાવોમાં વધુ એક બનાવ પોલીસ ચાેપડે નોંધાયો હતો શહેરના ભરચક એવા તળાવની પાળના વિસ્તારમાં રાત્રીના સમયે એકટીવામાં જઇ રહેલા એક વૃધ્ધ યુગલમાં મહિલાના ગળામાંથી બાઇક સવાર સમડીએ ચેઇનની ચીલઝડપ કરી હતી અને અંધારામાં ઓગળી ગઇ હતી.

બનાવના પગલે મહિલા દ્વારા બુમા-બુમ કરી મુકતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં અને મોડીરાત્રે બનેલા બનાવથી નાકાબંધી પણ કરી દેવામાં આવી હતી. જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર અાવેલી નંદધામ સોસાયટીમાં રહેતા રૂક્ષ્મણીબને શરદભાઇ કનખરા નામના મહિલા તેમના પતિ સાથે એકટીવામાં બેસીને તળાવની પાળ પાસેથી જઇ રહ્યા હતાં તે દરમ્યાન બે બાઇક સવાર યુગલો દ્વારા તેમના રૂક્ષ્મણીબેનના ગળામાં રૂા. 60,000ના સોનાના ચેઇનની ચીલઝડપ કરી અંધારામાં ઓગળી ગયા હતાં અને ત્યાથી નાસી છુટયા હતાં બનાવના પગલે મહિલાએ બુમા-બુમ કરી મુકતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં પરંતુ ત્યા સુધીમાં તો અા શખ્સો નાશી છુટયા હતાં અને બનાવની જાણ પોલીસને કરાતા સીટી-એ ના પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોચ્યો હતો અને સમગ્ર શહેરમાં નાકાબંધી કરી મુકી હતી. હાલ પોલીસે બે બાઇક ચાલક યુવાનો વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચીલઝડપ | જામનગરમાં પોલીસને સતત થાપ આપતી ચીલઝડપો

અન્ય સમાચારો પણ છે...