તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર જિલ્લામાં વધુ 11 વાજબી ભાવની દુકાનો શરૂ કરાશે

જામનગર જિલ્લામાં વધુ 11 વાજબી ભાવની દુકાનો શરૂ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા નાગારીક પુરવઠા મંત્રીને સવાલ પુછવમા આવ્યો હતોકે જામનગર જિલ્લામા પંડિત દિનદયાલ વ્યાજબી ભાવની દુકાનો કેટલી બંધ છે. અને બંધ છેતો કેટલા સયમમા શરૂ કરવામા આવશે. જેના જવાબમા નાગરીક પુરવઠા મંત્રીએ લેખીતમા જવાબ પાઠવ્યો હતો.

નાગરીક પુરવઠા મંત્રીના જવાબમા જણાવ્યુ હતુકે હાલ 11 વ્યાજબી ભાવની દુકાનોને મંજુરી આપવામા આવી છે જેમાથી 5 દુકાનોને અલીયા, ઠેબા, ચેલા, ગિંગણી, અને સિદસરમા પાંચ દુકાનો શરૂ કરવામા આવી છે અને ફલ્લા, નાઘેડી, મોટીબાણુગર, મોરકંડા, બુટાવદર, સિક્કાની 6 દુકાનો શરૂ કરવાની બાકી છે. તેવુ નાગરીક પુરવઠા મંત્રીએ જણાવ્યુ હતુ.

જામનગર જિલ્લામા ટોટલ ૮૨ વ્યાજબી ભાવની દુકાનો બંધ હાલતમા છે.

જેમાથી માત્ર 11 દુકાનો શરૂ કરવાની તૈયારી સરકાર દેખાડી રહી છે. જેમાથી 71 દુકાનો બંધ હાલતમા હોવાથી બીપીએલ ધારકો અને ગરીબી રેખા હેઠળ જીવતા અનેક લોકો ભગવાન ભરોશે જીવી રહ્યા છે. ત્યારે અગીયાર દુકાનો ખુલતા થોડી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...