તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા િજલ્લામાં વધુ બે અપમૃત્યુના બનાવ બન્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇક સ્લીપ થતાં ઘવાયેલા નેપાળના યુવાને જીવ ગુમાવ્યો


દ્વારકાિજલ્લામાં વધતા જતા અપમૃત્યુના બનાવોમાં વધુ બે અપમૃત્યુના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને નેપાળના મુળ વતની દિલીપસિંગ ભીમબહાદુરસિંગ રાજપુત નામના 48 વર્ષના યુવાન જીજે-10બીએલ-8858 નંબરના હોન્ડા મોટરસાયકલ પર ભાટિયાથી મિલન હોટલ તરફ જઇ રહયા હતાં ત્યારે કુરંગા ગામના રેલવે ફાટક નજીક પહોચતા અકસ્માતે તેમનું મોટર સાયકલ સ્લીપ થઇ ગયું હતું અને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ જયા સારવાર દરમિયાન તેમનું મૃતયુ નિપજયું હતું. બનાવ અંગે ભાટિયાના રમીણકભાઇ કલ્યાણજીભાઇ આંબલીયાએ પોલીસને જાણ કરી છે.

જયારે અન્ય બનાવમાં કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે રહેતા હદાભાઇ લખુભાઇ વેસરા નામના ત્રીસ વર્ષીય ભરવાડ યુવાન તેમના ઘરે પ્રાયમસ પર ચા બનાવી રહ્યા હતાં ત્યારે પ્રાયમસમાં એકાએક ભડકો થતાં હદાભાઇને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયું હતું બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...