તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • શહેરી વિકાસ અને ગૃહ મંત્રાલય વિભાગમાં લેખિત રજુઆત કરાઇ

શહેરી વિકાસ અને ગૃહ મંત્રાલય વિભાગમાં લેખિત રજુઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનનું બજેટ રદ કરવા માગણી


જામનગરમહાનગરપાલિકાનું 2015-16નું રીવાઇઝ અંદાજપત્ર તથા 2016-14નું આવક અને ખર્ચનું અંદાજપત્ર બીપીએમસી એકટની કલમ-451 મુજબ રદ્દ કરવા માટેની તાકીદ જામનગરના સીનીયર નગરસેવક યુસુફભાઇ એ. ખફી દ્વારા શહેરી વિકાસ અને ગૃહ મંત્રાલય વિભાગમાં કરવામાં આવી છે.

રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે, તા. 18-2-2016ના રોજ જામનગર મહાનગરપાલિકાનું અંદાજપત્ર જનરલ બોર્ડમાં સ્ટે. કમિટીના ચેરમેન દ્વાર મંજુરી અર્થે રજુ કરેલ પરંતુ રૂા. 871.06 કરોડની આવક અને રૂા. 775.45 કરોડનો ખર્ચ તેમજ રૂા. 95.61 કરોડની બંધ પુરાંત દર્શાવતા અંદાજપત્રમાં બીપીએમસી એકટ-1949ની કલમ 141 એ.એ.ની જોગવાઇઓને આધિન મિલ્કત વેરાનો અમલ થતા કલમ 138 (1) તથા (2) માં પાણી કર અથવા સફાઇ કર શબ્દોને બદલ મિલકત કર શબ્દ વાપરી પાણી વેરો અને સફાઇ વેરાની બાદબાકી થઇ જતા અને વિવાદ થતાં કલમ 141 એ.એ.નો સુધારો કરી તા. 20-1-2007ના રોજ મહામહીમ રાજયપાલ તરફથી વટહુકમ બહાર પાડેલ છે છતાં પણ જામનગર મહાનગરપાલિકાએ જ.બો. ઠરાવ નં. 210 તા. 17-2-2010થી સોલીડ વેસ્ટ એન્ડ કલેકશન ચાર્જ વસુલ કરવાનો ગેરકાયદેસર અને નિયમો વિરૂધ્ધ ઠરાવ કરેલ છે ઠરાવ મુજબ રહેણાંક માટે રૂા. 10 માસિક અને બિન રહેણાંક માટે માસીક રૂા. 20 વસુલ કરવાનો ગેરકાયદેસર ઠરાવ કરેલ છે.

કલમ 141 અે.એ. મુજબ વર્ષ 2007થી જે મહાનગરોમાં કાર્પેટ એરીયા આધારીત મિલકત વેરો વસુલ કરવામાં આવતો હોય તેવા મ્યુ. કોર્પોરેશનમાં મિલકત વેરાની ટકાવારી પ્રમાણે વોટર ટેકસ વસુલ કરવો, પરંતુ આપણે વોટર ચાર્જ વસુલ કરીએ છીએ તે ગેરબંધારણીય અને કાયદા વિરૂધ્ધ છે કારણ કે, ભારતના બંધારણ મુજબ સમૃધ્ધ વર્ગ, મધ્યમ વર્ગ અને નબળા વર્ગને ધ્યાનમાં રાખી વોટર ટેકસ નકકી કરવામાં આવે છે તેના બદલે બધાને સરખો ચાર્જ રૂા. 900 જા.મ.પા. દ્વારા વસુલ કરવામાં આવે છે. અંદાજપત્રના પાના નં. 125 ઉપર વોટર ચાર્જીસ રૂા. 58 કરોડ 43 લાખ 39 હજાર લેણું દર્શાવેલ છે જે કાયદા વિરૂધ્ધ છે. એજ રીતે પાના નં. 125ની વિગતના ક્રમ નં. 11 સર્વિસ યુઝર્સ ચાર્જ 9 કરોડ 10 લાખ 69 હજાર લેણું દર્શાવેલ છે.જામનગરના સીનીયર ધારાશાસ્ત્રીએ ભરતભાઇ સુખપરીયાને તા. 27-5-91નો અભિપ્રાય તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જીતુભાઇ નાણાવટીનો અભિપ્રાય અને વર્ષ 2004માં જા.મ.પા.ના વકીલ પ્રફુલભાઇ કનખરાનેા અભિપ્રાય સાથે સામેલ છે. આવા સ્પષ્ટ અભિપ્રાયની અવગણના કરી ટેક્ષ વિભાગના જાબાઝ આસી. કમિશનરઅે તા. 9-12-2015ના રોજ પ્રેસનોટ દ્વારા ફતવો બહાર પાડી પોતાની સતાનો દુરઉપયોગ કરી તમામ શોપ લાઇસન્સ ધારકોને લાઇસન્સ રીન્યુ કરવા સુચના આપેલ અને વ્યવસાય વેરો, હાઉસ ટેક્ષની છેલ્લી પહોચની માંગણી કરી શહેરના વેપારીઓને હેરાનગતિનો સામનો કરવા મજબુરી કરી લાેકોને હાલાકીમાં મુકેલ છે. આમ સમગ્ર અંદાજપત્રની અસંખ્ય ખામીઓ દર્શાવી લેખિતમાં રજુઆત કરી અને અંદાજ પત્રને બીપીએમસી એકટ-1949ની કલમ હેઠળ રદ્દ કરવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...