તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં ફરી ભૂમાફિયાનું એક કારસ્તાન સામે આવ્યું

જામનગરમાં ફરી ભૂમાફિયાનું એક કારસ્તાન સામે આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વકીલ સહિત 4 શખ્સોએ આચર્યું કરોડોની જમીન પડાવવા કૌભાંડ


જામનગરમાંઘણા સમયથી ભૂમાફિયોની રંજાડ સામે આવી હતી ત્યારે ઘણા સમય બાદ એક ફરિયાદ કાલાવડ પોલીસ દફતરે નોધાઈ છે જેમાં કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા એક પટેલ પરિવારની રૂપિયા 10.83 કરોડની કિમતની 32 એકર જેટલી જમીન પડાવી લેવા માટે રાજકોટના વકીલ સહિત ચાર શખ્સો દ્વારા ખોટો સોદો ઊભો કરી અને ખોટા બનાવટી સાટાઘાટોમાં સહી લઈ અને વાયદા મુજબના રૂપિયા આપી અને કુટુંબના સભ્યોની જાણ બહાર ચૂકતે અવેજ પહોચમાં સહીઓ લઈ અને ખોટા કથનવાળી ચૂકતે અવેજ પહોચ બનાવી લઈ સુથીના તથા અવેજપહોચના પૈસા ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો જે અંગે યુવાન દ્વારા પોલીસમાં ચારેય શખ્સો સામે વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળનો ગુનો નોધવ્યો હતો.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા નવલભાઈ નાનજીભાઈ સરધારાની તથા તેના કુટુંબની રૂપિયા 10.88 કરોડની 32 એકર જમીન પડાવી લેવાના ઇરાદે રાજકોટના નવા થોરાડામાં રહેતા જગદીશ વલ્લભભાઈ ઠૂમર સહિત અશ્વિનભાઈ ઉર્ફે અમિન, સંજય ઉર્ફે રાજૂ ઉર્ફે સુનિલગિરિ બળવંતગિરિ ગૌસ્વામી તથા રાજકોટના વકીલ વિમલ એચ ભટ્ટ નામના શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી જાણવા છતાં ખોટી રીતે સોદો ઊભો કરી અને વાયદા મુજબની રકમો નહીં તેમજ સાચા વેચાણ અવેજની રકમો સાટા ખતોમાં નહીં દર્શાવી અને નવલભાઈ તથા તેના કુટુંબના સભ્યોની જાણ બહાર ચૂકતે અવેજ પહોચમાં સહીઓ લઈ અને ખોટા કઠન વાળી ચૂકતે અવેજ પહોચ બનાવી લઈ નવલભાઈ તથા તેના કુટુંબને સુથીના એક કરોડ તેમજ ચૂકતે અવેજ પહોચના રૂપિયા 51 લાખ નહીં ચૂકવી નવલભાઈ તથા તેના કુટુંબના સભ્યો સાથે વિશ્વાતઘાત અને છેતરપિંડી કરી હતી જે અંગે ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...