તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સભા અને લોકડાયરામાં પાટીદાર બહેનોએ ભાગ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદાર એકતા યાત્રામાં વિશાળ જનમેદની ઊમટી


ધ્રોલમાંતેમજ રૂટ પર આવતા ગામોમાં પાટીદાર એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું યાત્રાને સત્કારવા પાટીદારો ઉમટી પડયા હતાં યાત્રા બે કલાક મોડી પહોચી હતી પરંતુ પાટીદારોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. ધ્રોલથી ફલ્લા ચારસો મોટરસાયકલ લઇ પાટીદાર યુવાનોએ યાત્રાનું પાઇલોટીગ કરી ધ્રોલનાં ઉમીયાચોક ખાતે પાટીદારોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિમાં જાહેર સભા અને લોક ડાયરો યોજાયો હતો.

સભામાં અગ્રણીઓએ પ્રહારો કર્યા હતાં તેમજ વ્યસન મુકિત અને બેટી બચાવો ઉપર ભાર મુકયો હતો. જેમાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને જામ. ડી.કો.ઓપ. બેંકના માજી ચેરમેન ગોવિંદભાઇ અમૃતિયાએ તમાકુના વ્યસન મુકિતની પહેલ કરી હતી અને યુવાનોએ વ્યસન મુકિતની જાહેરાત કરી હતી તેમજ પાટીદારોએ ઉદાર હાથે ફાળાની જાહેરાતો કરી હતી.

સીદસરથી તા. 24મીએ શરૂ થયેલી પાટીદારોની એકતા યાત્રા શુક્રવારે સાંજે ધ્રોલમાં પહોચી હતી જોકે યાત્રા નિર્ધારીત સમય કરતા બે કલાક મોડી પહોચી હતી.

પરંતુ યાત્રાને પાટીદારોએ ઉત્સાહભેર સત્કારી હતી યાત્રા કાલાવડથી નિકળ્યા બાદ રૂટમાં આવતા પાટીદારોના ગામડાઓમાં યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું ધ્રોલથી ચારસો મોટરસાયકલ સવાર પાસ સમિતિનાં પાટીદાર યુવાનો એકતા યાત્રાને ફલ્લાથી ધ્રોલ સુધી પાઇલોટીંગ કરી સ્વાગત કર્યુ હતું. ધ્રોલનાં ખારવા રોડ પર પાટીદાર ભાઇઓ અને બહેનો રથનાં દર્શન કરવા બહાેળી સંખ્યામાં ઉમટયા હતાં જય સરદાર અને જય પાટીદારનાં નારાઓ ગુંજી ઉઠયા હતાં.

ધ્રોલનાં ઉમિયા ચોક ખાતે યોજાયેલ સભા અને લોક ડાયરામાં પાટીદારો તેમજ પાસ સમિતિનાં સભ્યોની બહોળી ઉપસ્થિતિમાં યાત્રામાં સાથે રહેલ સૌરાષ્ટ્ર ઝોનના પાસનાં કન્વીનર લલિતભાઇ વસોયા, નિલેશભાઇ એરવાડીયા, અરવિંદભાઇ પટેલ, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જામ.ડી.કો.ઓપ. બેંકના માજી ચેરમેન ગોવિંદભાઇ અમૃતીયા ધ્રોલ તાલુકા પાસનાં કન્વીનર વિનુભાઇ ભાલોડીયા, ધ્રોલ શહેર પાસ કન્વીનર હિતેશભાઇ કાસુન્દ્રા સહિતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં નિલેશભાઇ અરેવાડીયાએ જણાવ્યું હતું કે હવેથી કડવા લેઉઆ નહી પરંતુ માત્ર પાટીદાર સમાજ કહેવાશે. સમાજને એક કરવામાં જો રાજદ્રોહ લાગતો હોય તે તે ભુલ હજુ પણ કરવા તૈયાર છું પટેલનો પાવર અંગ્રેજોને ખબર પડે છે જયારે આપણાં ગુજરાત અને દિલ્હીનાં નેતાઓને ખબર નથી પડતી તેવું જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર ઝોનનાં પાસાના કન્વીનર લલીતભાઇ વસોયાએ સમાજને વ્યસન મુકત થવા તથા બેટી બચાવવા હાલક કરી હતી તેમણે જણાવ્યું હતું કે, 135 દેશોમાં પટેલની ઓફિસીયલ સરનેમ છે સમાજનાં ઉત્કર્ષ માટે સમાજની એકતા ખુબ જરૂરી છે અમે સમાજને જાગૃત કરવા સમાજની એકતા, બેટી બચાવો અને વ્યસન મુકિત ત્રણેય મુદ્દા સાથે લઇને નીકળ્યા છીએ તેમજ 27મી માર્ચે કાગવડ મુકામે પાંચ લાખ પાટીદારો ઉમટી મા ઉમા અને મા ખોડલની પુજા કરશે.

ધ્રોલની સભામાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને જામ.ડી.કો.ઓપ. બેંકનાં માજી ચેરમેન ગોવિંદભાઇ અમૃતીયાએ તમાકુનાં વ્યસન મુકિતની પહેલ કરી અસંખ્ય યુવાનોએ વ્યસન મુકિત અને બેટી બચાવો નાં શપથ લીધા હતાં તેમજ ધ્રોલ પટેલ સમાજનાં પ્રમુખ ગોવિંદભાઇ અમૃતીયાએ ધ્રોલનાં પટેલ સમાજને હવેથી પાટીદાર સમાજ તરીકે ઓળખાવાની તેમજ પટેલ સમાજ ખાતે ઉમિયા માતાજી અને ખાેડીયાર માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી અને યાત્રાને આગળ પ્રસ્થાન અપાયું હતું.

પાટીદાર એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયા બાદ બહોળી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા, વિશાળ જનમેદનીની વચ્ચે સભા પણ યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...