GIDCમાં દબાણ દૂર કરાયું આજે પણ ઝુંબેશ ચાલુ રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીઆઇડીસીનાડે.એક્ઝિક્યૂટિવ એન્જિનિયર અભિષેકના નેતૃત્વ હેઠળ જીઆઇડીસીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે જીઆઇડીસી ફેસ-2માં પહોંચી હતી અને વિસ્તારના પટેલ ચોક, વિશાલ ચોક સહિતની આસપાસ દુકાનોની બહાર લટકાવવામાં આવેલા પતરાં, બોર્ડ અને દુકાનની બહાર કરવામાં આવેલા ઓટલા દૂર કર્યા હતા. દબાણ હટાવની કામગીરી શરૂ થતાં ઔદ્યોગિક વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઇ હતી. દિવસના અંતે 150 જેટલી દુકાનો અને લારી ગલ્લાંના દબાણો દૂર કરવામાં આવ્યાનું અને ગુરુવારે પણ દબાણ હટાવની કામગીરી થશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

તળાવ પાસે નર્સરીનું પણ ડિમોલિશન

તળાવનીપાળ લાખોટા મ્યુઝિયમના રસ્તા પર આવેલી ટીંકુ નર્સરીમાં નરેન્દ્ર દવેની લીઝ જગ્યા ઉપર હતી. લીઝ પૂરી થયા બાદ કબજેદાર અને મનપા વચ્ચે વિવાદ સર્જાયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, અને કેસ પણ ડિસમિસ થઇ ગયો હતો. ત્યારબાદ પણ ચાર વખત હિયરિંગ થઇ ગયા બાદ 7મી ફેબ્રુઆરી 2017ના લીઝ પૂરી થઇ જતા બુધવારે એસ્ટેટ ઓફિસર વસાણી અને રાજભા ચાવડા સહિતનો સ્ટાફ બુલડોઝર સાથે દોડી ગયો હતો અને જૂની બિલ્ડિંગનું ડિમોલિશન કરી અંદાજે 2000 મીટર જ્યાં ખુલ્લી કરી હતી.

દુકાનો પર લગાવાયેલા પતરાં અને ઓટલાને કારણે ઔદ્યોગિક વિસ્તારમાં ભારે હાલાકીની રાવ

અન્ય સમાચારો પણ છે...