• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રિલાયન્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી કોચિંગ કેમ્પમાં ફૂટબોલરોને તાલીમ

રિલાયન્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી કોચિંગ કેમ્પમાં ફૂટબોલરોને તાલીમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલાયન્સઅને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંયુક્ત રીતે આયોજિત ફૂટબોલ તાલીમ કેમ્પમાં જામનગરના બાળ ફૂટબોલ રમતવીરોને તાલીમ આપવામાં આવી રહી છે. ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કપ્તાન અને હાલમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ તરૂણ રોય પાંચ દિવસના કેમ્પમાં વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ તાલીમ આપશે. કેમ્પ મોટી ખાવડી, જામનગર રિલાયન્સ ગ્રિન્સમાં 7મીથી 11મી ફેબ્રુઆરી સુધી યોજાશે. ગુજરાતમાં પ્રકારનો કેમ્પ પ્રથમવાર આયોજન થયું છે.

રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણીએ તરૂણ રોયની ઉપસ્થિતિમાં ફૂટબોલને કીક મારી મંગળવારે કેમ્પનો પ્રારંભ કર્યો હતો. કેમ્પ આર.આઇ.એલ.ના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ હેઠળ યોજાયો છે. કેમ્પનો ઉદ્દેશ જામનગર જીલ્લાના ઊભરતા ફૂટબોલ ખેલાડીઓની પ્રતિભા ઓળખી તેમને તાલીમ આપવાનો છે. જુદા જુદા વય-જૂથનાં બાળકો કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે, ફિફા અન્ડર 17નો વર્લ્ડ કપ-2017 ભારતમાં યોજાનાર છે. યજમાન દેશ તરીકે ભારત તે સ્પર્ધામાં રમનાર છે. વર્તમાનમાં ભારત ફિફામાં 129મા ક્રમનો દેશ છે. 11 લાખ બાળકોને ફૂટબોલની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા ઇચ્છે છે.

જુદાજુદા વય-જૂથના બાળકો કેમ્પમાં ભાગ લઇ રહ્યા છે

પૂર્વ ફૂટબોલ કપ્તાન તરૂણ રોય દ્વારા તાલીમ આપશે

અન્ય સમાચારો પણ છે...