• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ઓખા મઢી પાસે બાઈક સ્લીપ થતાં જૂનાગઢના યુવાનનું મોત

ઓખા મઢી પાસે બાઈક સ્લીપ થતાં જૂનાગઢના યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાનાઓખા મઢી ગામ પાસે ચાર દિવસ પૂર્વે બાઈક સ્લિપ થતા ઘવાયેલા જૂનાગઢના બે યુવાનો પૈકીના એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહી હતી. દ્વારકા નજીકના ઓખા મઢી ગામ પાસેના પુલ પરથી ગત તા.3ના દિવસે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના 28 વર્ષીય રાણપુર ગામના રજનીકાંત પ્રવીણભાઈ ઉઘાડ અને સુરેશભાઈ નામના બે વ્યક્તિઓ જીજે-11-બીએ 3379 નંબરના મોટરસાઈકલ પર પસાર થતા હતા ત્યારે મોટરસાઈકલ ચલાવી રહેલા રજનીકાંતે કોઈ કારણથી બાઈક પરનો કાબૂ ગુમાવતા તે વાહન સ્લિપ થયું હતું.

અકસ્માતમાં ફંગોળાઈ ગયેલા બન્ને યુવાનો પૈકીના સુરેશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓને દ્વારકા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નીપજતા પોલીસે રજનીકાંત પ્રવીણભાઈનું નિવેદન નોંધી તેઓની સામે આઈપીસી 304(અ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

ચાર દિવસ પૂર્વે અકસ્માતનો બનાવ સર્જાયો હતો અને અન્ય એક યુવાનની હાલત ગંભીર

અન્ય સમાચારો પણ છે...