તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • વર્ષ 2012માં બંને મુખ્ય પક્ષના ઉમેદવારોએ દર્શાવ્યો ’તો ફકત સવા કરોડનો ચૂંટણીખર્ચ

વર્ષ-2012માં બંને મુખ્ય પક્ષના ઉમેદવારોએ દર્શાવ્યો ’તો ફકત સવા કરોડનો ચૂંટણીખર્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાંછૂટથી નાણાંનો વપરાશ થાય છે જે સર્વવિદિત છે,ત્યારે બંને જિલ્લાની સાત બેઠકો પર વર્ષ-2012ની વિધાનસભાની ચૂંટણીમાં બંને મુખ્ય પક્ષના એટલે કે 14 ઉમેદવારોનો કુલ ખર્ચ રૂ.1.25 કરોડ હોય વહીવટીતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ રૂ.51.46 લાખ અને કોંગીના ઉમેદવારોએ રૂ.73.62 લાખનો ખર્ચ દર્શાવ્યો હતો.

ઉમેદવારોએ ચૂંટણીપંચના નિયમ અનુસાર ખર્ચ દર્શવાનો રહે છે. ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારો માટે રૂ.28 લાખની મર્યાદા રાખવામાં આવી છે.બીજી બાજુ ખર્ચની મર્યાદા હોવા છતાં દરેક ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા નાણાંના કોથળા ખુલ્લાં મુકાઇ છે,આ બાબતથી સામાન્ય નાગરિક પણ વાકેફ છે.ત્યારે વર્ષ-2102ની વિધાનસભાની ચૂંટણીમાં હાલારની સાત બેઠકો પર ચૂંટણી લડેલા ભાજપ અને કોંગ્રેસના 7 મળીને કુલ 14 ઉમેદવારો રજૂ કરેલો કુલ ખર્ચ ફકત રૂ.1,25,09671 હોય જિલ્લા વહીવટીતંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...