તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં પછાત વિસ્તારમાં ચિકનગુનિયા ઉકાળાનું વિતરણ

જામનગરમાં પછાત વિસ્તારમાં-ચિકનગુનિયા ઉકાળાનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય રોગી કલ્યાણ સમિતિના સભ્ય નટુભાઇ ત્રિવેદી દ્વારા તા. 26ના સવારે 9 થી 1 દરમિયાન શહરેના પછાત વિસ્તારમાં ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા રોગ વિરોધી ઔષધીય આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

જામનગરમાં ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના વધતા જતા દર્દીઓ સામે આયુર્વેદિક ઔષધીય ઉકાળાનંુ વિતરણ શહેરના કાલાવડ નાકા પાસે સૈફ ખાંચા રોડ પર વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ખોજા, વ્હોરા, મેમણ અને મુસ્લિમ પરીવારના પાંચ હજાર લોકોએ ઉકાળાનાે લાભ લીધો હતો. શહેર તથા િજલ્લામાં વધતા જતા રોગથી લોકોને મુકત કરવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉકાળનો મોટી સંખ્યામાં શહેરીજનોને લાભ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી સહિત ટીમ દ્વારા કરવામાં આવ્યંુ હતું.

ખોજા, વ્હોરા, મેમણ, મુસ્લિમ સમાજ સહિતના લોકો જોડાયા

અન્ય સમાચારો પણ છે...