તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાંથી બે ચોરાઉ બાઇક સાથે યુવક ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાસિક્કા પાટિયા પાસેથી પોલીસે ચેકિંગ દરમિયાન બાઇક ચોર શખ્સને રંગેહાથે દબોચી લીધો હતો. સિક્કા પાટિયા પાસે પોલીસ પેટ્રોલિંગમાં હોય, દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલા મનીષ ગણપતભાઇ અલગોતરા નામના શખ્સને પોલીસે રોકીને સઘન પૂછપરછ કરતા બાઇક ચોરાઉ હોવાનું કબૂલ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પોલીસે શખ્સ પાસેથી બાઇક કબજે કરીને શખ્સની વધુ પૂછપરછ કરતા બાઇક ત્રણ મહિના પૂર્વે જામનગર શહેરના ખોડીયાર કોલો વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ મોલની સામેથી ચોરી કર્યાનું પણ કબલ્યું હતું.

તેમજ પોલીસે શખ્સની પૂછપરછ કરતા વધુ એક બાઇકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જે શહેરના બેડેશ્વર ઓસિયાનિક રેલવે બ્રિજ પાસેથી ચોરીને સિક્કા પાટિયા પાસે આશા હોટેલ પાસે અવાવરું જગ્યામાં સંતાડેલ હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બે બાઇક સાથે શખ્સની ધરપકડ કરીને ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સિક્કા પાસે પોલીસ ચેકિંગમાં યુવક જબ્બે

અન્ય સમાચારો પણ છે...