શહેરમાં વધુ બે અપમૃત્યુના બનાવ સામે આવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘેલડા ગામમાં ઝેરી જનાવર કરડી જતાં વૃદ્ધનું કરુણ મૃત્યુ


જામનગરમાંવધતાં જતાં અપમૃત્યુના બનાવમાં વધુ બે અપમૃત્યુના બનાવ પોલીસ દફતરે નોધાયા છે. જેમાં જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતા વૃદ્ધ સિમમાં આવેલી તેમની વાડીમાં સૂતા હતા ત્યારે ડાબા હાથમાં ઝેરી જનાવર કરડી જતાં તેમનું સારવારમાં મૃત્યુ નીપજયું હતું. જ્યારે શહેરના અંધાશ્રમ નજીક આવેલી સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા એક વૃદ્ધાને દશેક વર્ષથી બીપી ની બીમારી હતી આથી બીમારીથી કંટાળી મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બંને બનાવની જાણ લગત પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતા સાઇઠ વર્ષીય કારાભાઈ હિરજીભાઈ કડાવલા નામના વૃદ્ધ સિમમાં આવેલી તેમની વાડીમાં સૂતા હતા ત્યારે ડાબા હાથમાં ઝેરી જનાવર કરડી જતાં તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. જ્યારે શહેરના અંધાશ્રમ નજીક આવેલી સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય રસિલાબેન જયંત કુમાર શુક્લ નામના વૃદ્ધાને દશેક વર્ષથી બીપી ની બીમારી હતી આથી બીમારીથી કંટાળી મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બંને બનાવની જાણ લગત પોલીસ મથકમાં કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોધ કરી અને બંને બનાવોમાં નિવેદન નોધવાની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...