• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દેવભૂમિ દ્વારકામાં ધાર્મિક સ્થળેથી મોબાઇલની ચોરીનો ભેદ ઉકેલાયો

દેવભૂમિ દ્વારકામાં ધાર્મિક સ્થળેથી મોબાઇલની ચોરીનો ભેદ ઉકેલાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ગોદાવરીબેન પરસોતમભાઇ પરમાર નામના વૃધ્ધ ગત તા.8/10/2017ના રોજ બ્રહ્માકુમારી ત્રિલોક દર્શન શિબીરમાં સત્સંગ અર્થે ગયા હતા જયા બપોરે પોતાનો રૂા.10,000ની કિંમતનો મોબાઇલ ફોન ચાર્જીગમાં રાખ્યો હતો. જે દરમ્યાન બપોરના સમયે મોબાઇલ ફોન કોઇ ગઠીયો ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવાઇ હતી.દરમ્યાન એલસીબી પોલીસને ઉપરોકત ચોરીમાં એક લવરમુછીયો સંડોવાયો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે શહેર વિસ્તારમાં વોચ ગોઠવીને કિશનભા લખમણભા સુમણીયા(રે. ટીવી સ્ટેશન વિસ્તાર) નામના શખ્સને પકડી પાડી તેના કબજામાંથી ચોરાઉ મનાતો રૂા.10,000ની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.આ અંગે દ્વારકા પોલીસે ઝડપાયેલા શખ્સની સધન પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...