જામનગરમાં ત્રણ સ્થળે તસ્કરોએ હાથ ફેરો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંજુદા-જુદા વિસ્તારમાં તસ્કરો ત્રાટકી ડેરી,ભંગારનો ડેલો અને કેબીનમાં હાથફેરો કરી રૂ.9500 ની મતા ઉઠાવી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

એસટી ડેપો બાજુમાં આવેલી દૂધગંગા ડેરી ફાર્મમાં તા.7/7ના રાત્રીના કોઇ પણ સમયે તસ્કરો ત્રાટકી રૂ.3500ની મતા ઉઠાવી ગયા હતાં. જયારે આજ વિસ્તારની કામધેનુ પાનની કેબીનમાં તા.25/7ના તસ્કરો ત્રાટકી કુલ રૂ.2000ની મતા ચોરી કરી લઇ ગયા હતાં. અન્ય બનાવમાં ખોડીયાર કોલોમાં આવેલા વિરલ જવેલર્સમાં તા.25/7ના તસ્કરો ત્રાટકયા હતા અને ચોરીનો પ્રયાસ કર્યો હતો.જે નિષ્ફળ રહયો હતો.જયારે ખોડીયાર કોલોની પોસ્ટ ઓફીસ પાસે આવેલા ભંગારના ડેલામાં તા.25/7ના તસ્કરો ત્રાટકી રૂ.4000ની રોકડ ઉઠાવી ગયા હતાં.બનાવ અંગે દુકાન માલીકોએ ફરિયાદ નોંધવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ડેરી, ભંગારના ડેલા, કેબિનમાં હાથફેરો,દુકાનમાં ચોરીનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...