સિક્કા હાઉસિંગ ક્વાર્ટર પાસે 176 બોટલ દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિક્કામાહાઉસિંગ બોર્ડ પાસે સ્થિત સ્મશાન તરફ જવાના માર્ગ પર સ્થિત ભાયા પબા ગઢવીના મકાનમા દારૂની બોટલનો વેંચાણ માટે સંગ્રહ કરવામા આવ્યો છે. તેવી બાતમી પોલીસને મળી હતી. તે બાબતની ગંભીરતા લઈને પોલીસે મકાનમા રેડ કરી હતી. જેમાથી 176 બોટલ વિદેશી શરાબ જેની કિંમત 88 હજાર તથા મોટરસાયકલ કિંમત 32 હજાર જપ્ત કરવામા આવ્યુ હતુ. ટોટલ 1 લાખ 20 હજાર રૂપીયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. દારૂનુ વેંચાણ કરનાર ભાયા પબા ગઢવી અને વેજાણંદ ખીમાણંદ ગઢવીને પોલીસની રેડ પાડવાની માહિતી મળતા ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...