• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર માળીયા,ટંકારા, મોરબી, વાંકાનેર તથા બનાસકાંઠા પાટણમાં નદીઓના પાણીમાં લોકો

જામનગર માળીયા,ટંકારા, મોરબી, વાંકાનેર તથા બનાસકાંઠા પાટણમાં નદીઓના પાણીમાં લોકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર માળીયા,ટંકારા, મોરબી, વાંકાનેર તથા બનાસકાંઠા પાટણમાં નદીઓના પાણીમાં લોકો તણાય જવાથી મોતને ભેટ્યા છે. પુર હોનારતને કારણે ઘરોમાંથી ઘર સામાન તણાઇ ગયો હોય તેથી હાલારમાંથી ફુડપેકેટ તૈયાર કરી નાની મોટી સંસ્થાઓ સહાય કરી રહી છે.હાલમાં જે લોકો પુર હોનારતમાં બચી ગયા છે તેમના માટે વાસણ,કપડાની તાકીદે જરૂર છે.જામનગર શહેરમાં જે તે વિસ્તારમાં રહેતા રહિસોએ નોંધ લેવી કે આપના ઘરમાં વાસણ, ચુલા, કપડા તેમજ બાળકોને ઉપયોગમાં આવે તેવા કપડા પુરપીડીતોને ઉદાર હાથે સહાય કરવા અપીલ છે. વાસણની કીટનુ દાન આપનારે કીટ તૈયાર કરીને આપવા અનુરોધ કરાયો છે.

બનાસકાંઠામાં પૂરગ્રસ્તોને સહાય આપવા અનુરોધ

અન્ય સમાચારો પણ છે...