• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • બોગસ સીમકાર્ડ પ્રકરણમાં વધુ 100 દસ્તાવેજો, ફોટોગ્રાફ મળ્યાં

બોગસ સીમકાર્ડ પ્રકરણમાં વધુ 100 દસ્તાવેજો, ફોટોગ્રાફ મળ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંબોગસ દસ્તાવેજો બનાવી સીમકાર્ડ અન્ય ઇસમોને આપવાના ચકચારી પ્રકરણની તપાસમાં પકડાયેલા બે શખ્સોના મોબાઇલમાંથી 100 દસ્તાવેજો અને તસ્વીરો મળી આવી છે.

પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળે ગે.કા. રીતે ડમી સીમકાર્ડ વેચાણ કરતા તેમજ ઉપયોગ કરતા ઈસમોને પકડવાની સુચના આપતા એસ.ઓ.જી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સપેકટર એમ.પી.વાળા તથા એસ.ઓ.જી. સ્‍ફ તપાસમાં હતો તે દરમ્‍યાન મળેલી બાતમીના આધારે ભાનુ ટેલીકોમની ફ્રેન્‍ચાઈઝી ધરાવતા રાજેશભાઈ હીરાભાઈ ભાનુશાળીએ માર્કેટીંગ માટે હીમાંશુ જયંતીભાઈ સોલંકીને રાખ્યા હોય હીમાંશુની પુછપરછ દરમ્‍યાન તેને ગયા માર્ચ મહીનામાં ખીમરાણા ગામે રહેતા ફરીયાદી રજનીકાન્‍ત ધારવીયાના નામની ખોટી સહી કરી ખોટા ડોક્યુમેન્‍ટ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અને ફરયાદીના નામના સીમકાર્ડ અન્‍ય ઈસમોને વાપરવા માટે આપ્યાનું ખુલ્યું હતું.આથી ડોક્યુમેન્‍ટસની ફ્રેન્‍ચાઈઝીના માલીકે ખોટા દસ્‍તાવેજના આધારે સીમકાર્ડ ઈશ્‍યુ કરી ગુન્‍હો કરતા સીટી પો.સ્‍ટે.માં ગુન્‍હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...