• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મોટાખડબા સીમમાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

મોટાખડબા સીમમાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલપુરતાલુકાના મોટા ખડબા ગામની વિસ્તારમાંથી સંધી શખ્સને જામગરી બંદૂક સાથે પકડી પાડી તપાસ હાથ ધરી છે.

એસ.ઓ.જી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સપેકટર એમ.પી.વાળા તથા એસ.ઓ.જી. સ્‍ફ ફરજ પર હતો ત્યારે પો. કોન્‍સ. ઘનશ્‍યામભાઈ ડેરવાળીયા તથા દોલતસિંહ જાડેજાને કે અનવરભાઈ મામદભાઈ સંધી પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી મોટાખડબા ગામ પાહોડી સીમ વિસ્‍તારમાંથી અનવરને પકડી પાડી તલાશી લેતા તેમના કબ્જામાંથી દેશી બનાવટ જામગરી બંદુક કી. રૂ. ૨,૦૦૦/- મળી આવી હતી.ધરપકડ કરી લાલપુર પોલીસ સ્ટેશનમા ગુન્‍હો રજીસ્‍ટર કરાવ્યો છે. કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. એમ.પી.વાળા સ્‍ટાફના પો. હેડ કોન્‍સ. વિજયભાઈ કાસ્‍ટા તથા પદુભા જાડેજા તથા માંડણભાઈ વસરા તથા પો.કોન્‍સ. આફતાબભાઈ સફીયા, તથા મયુદીનભાઈ સૈયદ તથા નાનજીભાઇ વાઘેલા તથા ઘનશ્‍યામભાઈ ડેરવાળીયા ડ્રા.પો. કોન્‍સ. વિજયભાઈ ગોહીલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...