• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • વિજયહરીયાણી | જામનગર શિવાલયોનીનગરીને કારણે જામનગર છોટીકાશી તરીકે

વિજયહરીયાણી | જામનગર શિવાલયોનીનગરીને કારણે જામનગર છોટીકાશી તરીકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયહરીયાણી | જામનગર

શિવાલયોનીનગરીને કારણે જામનગર છોટીકાશી તરીકે દેશભરમાં જાણીતું છે. શહેરમાં આવેલ ખોજાનાકા બહાર ટીટોડીવાડી નજીકના વાડી વિસ્તારમાં સુખનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. શિવાલયની વિશેષતા છેકે, અંદાજીત 500 વર્ષ પહેલા જેઠવા રાજાઓના શાસનકાળમાં નિર્મિત શિવાલય જામનગરનું સૌથી પ્રાચિન શિવાલય છે. મંદિરનાે આજ દિવસ સુધી કોઇ વિકાસ થયો નથી. મંદિરે જવામાં ભકતોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. મંદિરનો રસ્તો અતિ ખરાબ હાલતમાં છે અને મંદિર વાડી વિસ્તારમાં આવેલ હોવાથી ભકતો મંદિર સુધી જઇ પણ શકતા નથી અને મોટાભાગના નગરજનો મંદિરથી અજાણ પણ છે.

નગરની દક્ષિણે રંગમતીના કિનારે આવેલ સુખનાથ મંદિર જામનગરની સ્થાપના થઇ તે પહેલાનું મંદિર છે. મંદિરમાં નાગા સાધુઓના અખાડા અને દાગી હતાં. મંદિર પંદરના સાયકા પહેલાનું માનવામાં આવે છે અને પ્રાચિન શિવાલય છે. અહી પહેલા નાગા સાધુઓનો વસવાટ હતો અને તેઓ દ્વારા મંદિરની સારસંભાળ રાખવામાં આવતી હતી. હાલમાં મંદિરની સારસંભાળ પૂજારી કનુભાઇ ગોસાઇ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. અા મંદિર વાડી વિસ્તારમાં હોવાથી સવારના સમયમાં તથા સાંજના સમય મોરના ટહુકાઓથી મહેકી ઉઠે છે. મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં મોર અેકત્ર થતા હોવાથી અહી આવતા ભકતો દૃશ્યોથી પ્રફુલ્લીત બની જતા હોય છે.

હાલમાં શહેરના અતિપ્રાચિન સુખનાથ મહાદેવ મંદિરે આવાગમનમાં ભાવિકોને ગાડા માર્ગને કારણે મુશ્કેલીઆે પડતી હોય છે. મંદિર તેમજ તેની આજુબાજુ આવેલ પ્રાચિન સ્મારકોની જાળવણી કરવામાં આવતા શિવાલયની ગરીમા અને ઇતિહાસથી આજની યુવા પેઢી અજાણ છે. શહેરીજનોને મંદિર વિશે અજાણ હોવાથી ઓછી માત્રામાં અહી ભકતોનો ઘસારો જોવા મળતો હાેય છે.

મંદિરના પટાંગણમાં નાગા સાધુઓની સમાધી

સુખનાથ મહાદેવ મંદિરનું નિર્માણ જેઠવા રાજાઓના શાસનકાળમાં નિર્માણ થયું છે. મંદિરના પટાગણમાં 10 સમાધીઓ આવેલી છે. સમાધીઓ જેતે સમયમાં અહી વસવાટ કરતા અને દાગી પતિ તરીકે રહેલા નાગા સાધુઓની છે. મંદિરની પૂજા તથા સારસંભાળ પહેલા નાગા સાધુઓ દ્વારા કરવામાં આવતી હતી. મંદિરના વિશાળ પટાંગણ સમાધીઓ હોવાથી મંદિર આજે પણ આર્કષણનું કેન્દ્ર છે.

અન્ય સમાચારો પણ છે...