તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • શાપરમાં આતંક મચાવનારા�ઓને તાકીદે પકડવા ગ્રામજનોની માગ

શાપરમાં આતંક મચાવનારા�ઓને તાકીદે પકડવા ગ્રામજનોની માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરતાલુકના શાપર ગામમાં અઠવાડીયા પૂર્વે આતંક મચાવનારા સાત શખ્સોને હજુ સુધી પોલીસ પકડી નહી શકતાં ગામમાં ભયનું લખલખું પ્રસર્યું છે. લુખ્ખાઓને તાકીદે પકડી લેવાની માગ સાથે ગ્રામજનો પોલીસવડા સમક્ષ દોડી ગયા હતા.

શાપર ગામના આગેવાનો સહિતના ગ્રામજનો શુક્રવારે બપોરે જામનગર જિલ્લા પોલસ વડા પ્રદિપ શેજુળ સમક્ષ પહોંચ્યા હતા. ગ્રામજનોએ પોલીસવડા સમક્ષ રજુઆત કરી હતી કે, ગત તા.9ના સંજય મેર, મયુર મેર, બળદેવ મેર અને ચાર અજાણ્યા શખ્સોએ નશાખોર હાલતમાં શાપરના અનિલભાઇ નામના યુવક પર હુમલો કરી પીજીવીસીએલ કચેરીએ જઇ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. લુખ્ખાઓએ ગામના રહીશની ઓફિસમાં પણ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.

નશાખોર હાલતમાં છાશવારે ધમાલ કરતા મેર બંધુ સહિતનાઓ સામે ઉપરોક્ત ગુનાની ફરિયાદ નોંધાઇ હોવા છતાં પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ ગઇ છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે લુખ્ખાઓ નહી પકડાતા શાપરના ગ્રાજનોમાં ડર ફેલાયેલો છે અને નાસતા-ફરતા ઉપરોક્ત તત્વોફરીથી હુમલો કરે તેવી દહેશત હોઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માગ કરી લુખ્ખાઓને કાતીદે પકડી જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...