તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રોલ પંથકમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલારમાંશુક્રવારના મેઘાડંબર વચ્ચે ધ્રોલ પંથકમાં કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળામાં પુરને કારણે નવ ગામમાં જવાન રસ્તા બંધ થઇ ગયા હતાં.આંગણવાડીમાં ત્રણ ફુટ પાણી ભરાઇ ગયા હતાં અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા વળતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટયા હતાં. ધ્રોલમાં 1.25, જોડિયા, લાલપુર, જામનગર, કાલાવડમાં1, ખંભાળિયામાં અડધો ઇંચવરસાદ પડયો હતો.અન્ય તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ પડયો હતો.

જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે વરસાદના બીજા રાઉન્ડમાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી.સવારથી ભારે મેઘાડંબર વચ્ચે સવારે 7 વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.પ્રથમ રાઉન્ડની જેમ બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધ્રોલ પંથકમાં વિશેષ હેત વરસાવ્યું હતું.સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ધ્રોલ તાલુકાના જાલીયા માનસર,ગઢકા,જાબીડા,લૈયારા,સુમરા,રાજપર,ઇટાળા,ખારવા,હમાપર ગામે 8 થી 10 ઇંચ વરસાદ ખાબકતા ચોમેર પાણી-પાણી થઇ ગયું હતું.

ભારે વરસાદના કારણે નદી-નાળામાં પુર આવતા ગઢકા,ખારવા અને ઇટાળા ગામ સુધી પાણી આવી જતાં લોકોના જીવ પડીકે બંધાયા હતાં.ગઢકા ગામની આંગણવાડીમાં 3 ફુટ પાણી ધુસી ગયું હતું.જયારે તમામ નવ ગામમાં જવાના માર્ગ પાણીને કારણે બંધ થઇ ગયા હતાં.ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા વાવેતરનું ધોવાણ થયું છે.છ કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં 9 ગામ સંપર્ક વિહોણા થઇ જતા ગ્રામજનોમાં ભારે ઉચાટની લાગણી ફેલાઇ હતી.

બીજી બાજુ સવારથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ધ્રોલ,જોડીયા,કાલાવડ અને લાલપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.જયારે જામનગર શહેરમાં હળવા-ભારે ઝાપટા વચ્ચે એક ઇંચ પાણી વરસ્યું હતું. ખંભાળિયામાં પણ ધીમી ધારે વરસાદ પડતાં બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જામજોધપુર, દ્રારકા, કલ્યાણપુર અને ભાણવડ સહિત અનેક વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા પડયા હતાં.

બીજલકા ગામના સરપંચ રમેશભાઇ ચીખલીયાએ જણાવ્યું હતું કે ગામમાં બારે મેધ ખાંગા થતાં ચોમેર પાણી ફરી વળ્યા હતાં.પાણીના કારણે સ્મશાનનો વંડો પડી ગયો હતો તો નીચાળવાળા વિસ્તારોમાં ધરોમાં પાણી ધુસી જતાં ધરવખરી અને અન્ય માલસામાન પલળી ગયો હતો અને લોકોને ઉંચાઇવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડયું હતું.

બીજલકા ગામમાં સ્મશાનનો વંડો ધરાશાયી, લોકોનું સ્થળાંતર

જયારે જામનગર શહેરમાં હળવા-ભારે ઝાપટા વચ્ચે અડધો ઇંચ પાણી વરસ્યું હતું.કાલાવડ અને ખંભાળિયામાં પણ ધીમી ધારે વરસાદ પડતાં બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.જામજોધપુર,દ્રારકા,કલ્યાણપુર અને ભાણવડમાં છૂટા છવાયા ઝાપટા પડયા હતાં. બપોર બાદ પણ વરસાદી વાતાવરણ યથાવત રહેતા વરસાદનો દૌર ચાલુ રહેવાની આશા લોકોમાં બંધાઇ હતી.

જામનગરમાં અડધો ઇંચ

ધ્રોલ તાલુકાના ઇન્ચાર્જ ટીડીઓ જે.પી.નર્વેએ જણાવ્યું હતું કે,જાલીયા માનસર,જાબીડા,ગઢકા સહીત 10 ગામોમાં 8 થી 10 ઇંચ ભારે વરસાદથી વ્યાપક નુકશાન થયું છે.બીજલકા ગામે ચેકડેમ તુટી ગયો છે.તો તમામ ગામોમાં નીચાળવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાનું તેમણે જણાવ્યું હતું.

ધ્રોલ તાલુકાના દસેક ગામોમાં ભારે વરસાદથી નુકસાન

ધ્રોલ પંથકમાં શુક્રવારે સવારથી બપોર સુધી ભારે વરસાદના કારણે બપોરે 3.30 વાગ્યા આસપાસ કંકાવટી ડેમના 7 દરવાજા 3 ફુટ અને ઉંડ-2 ડેમના 20 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા હતાં. આથી ડેમની હેઠવાસના વિસ્તારો અને આસપાસ પાણી ફરી વળ્યા હતાં.

કંકાવટીના 7 અને ઊંડ-2 ડેમના 20 દરવાજા ખોલાયા

જોડિયા, ધ્રોલ, લાલપુરમાં 1, જામનગર, ખંભાળિયા, કાલાવડમાં અડધો ઇંચ,અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ

અન્ય સમાચારો પણ છે...