તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરજિલ્લામા ધ્રોલમા સ્થિત ઐતીહાસીક ભુચરમોરીની જગ્યાના વિકાસમાટે ફરી એક

જામનગરજિલ્લામા ધ્રોલમા સ્થિત ઐતીહાસીક ભુચરમોરીની જગ્યાના વિકાસમાટે ફરી એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરજિલ્લામા ધ્રોલમા સ્થિત ઐતીહાસીક ભુચરમોરીની જગ્યાના વિકાસમાટે ફરી એક વખત સરકાર દ્વારા સૈધ્ધાંતીક મંજુરી મળી છે. અગાઉ પણ ભુચરમોરીને 6 કરોડના ખર્ચે શહિદવનને બેનમુન બનાવવામા આવ્યુ છે. હાલ લોકોની સુખસુવિધા વધે તેરીતે આગામી સમયમા પ્રોજેકટ તૈયાર કરવામા આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યુ હતુ.

ઐતીહાસીક ભુચરમોરી મેદાનમા ગુજરાત સરકાર દ્વારા સ્થળના વિકાસ માટે અંદાજીત 6 કરોડ જેવી માતબર રકમ ખર્ચી રમણીય પર્યટક સ્થળ બનાવ્યુ હતુ. યાત્રાળુઓની સંખ્યા વધે તેવુ વાતાવરણ સર્જવા વનવિભાગે જહેમત આદરી બેનમુન સ્થળ નિર્માણ કર્યુ છે.

જામનગર જિલ્લાના એક માત્ર યાત્રાધામ રણુજામા પીવાના પાણી સહિતની સુવિધા માટે 58 લાખનો પ્રોજેકટ તેમજ કાલાવડના શ્રીનાથજીદાદા દાણીદારના વિકાસ માટે 1 કરોડનો પ્રોજેકટ મુકીને દરખાસ્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...