તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં ફરી ભેદી ધડાકા સંભળાતા લોકોમાં ગભરાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂકંપસંભવિત સીસ્મીક ઝોન 4માં આવતા જામનગરમાં ફરીથી ભેદી ઘડાકાઓ સંભળાતા લોકોમાં ગભરાટ ફેલાતો રહે છે તેમાંય વળી શુક્રવારે સવારના 8.30ના અરસાથી ભેદી ધડાકા સંભાળયા હતાં અને બહુમાળીના બારી-બારણા ખખડયા હતાં અને ઉપરાંત છેલ્લા બે દિવસથી સવારના 9 થી 11ના સમયમાં ધડાકાના અવાજ સંભળાતા રહયા છે. જે અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને પુછતા એરફોર્સની બોમ્બીંગ પ્રેકટીસના અવાજ હોવાનું જણાવ્યું હતું તેમજ વાયુદળ પાસેથી વધુ વિગત મેળવવા પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું.

ધડાકા આકાશમાંથી જાણે ઢૂ..મ અવાજ આવતો હોય તેવા ગગન ભેદી અવાજ સંભળાય છે અને ભૂકંપની ધ્રુજારી હોય તેવા સામાન્ય કંપનો અનુભવાતા હોય છે જોકે ડીઝાસ્ટર મેનેજમેન્ટે ઘડાકા એરફોર્સની પ્રેકટીસના હોવાનું જણાવ્યું હતું. જામનગરમાં વર્ષ 2001માં 26 જાન્યુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તે ભૂકંપથી જાનહાની ઓછી પરંતુ માલહાની ખૂબ થઇ હતી ત્યાર બાદની તેનાથી ઓછી તિવ્રતાની માત્રાના ભૂકંપ, આફરશોક વગેરે પણ સમયાંતરે થતા રહે છે જેથી જમીનમાંથી કે આકાશમાંથી જયારે કોઇ ભેદી ઘડાકા જેવો અવાજ થાય ત્યારે લોકો ભૂકંપના ઘડાકા હશે તેમ માનીને ડરતા હોય છે.

એરફોર્સની બોમ્બિંગ પ્રેક્ટિસ ચાલુ છે

^જામનગરમાંસંભળાતા ઘડાકાઓ અંગે પ્રથમ સીસ્મોલોજીમાં પુછતા કોઇ ભૂકંપ કે આફટરશોક નોંધાયો નથી બાદમાં તપાસ કરતા એરફોર્સની બોમ્બીંગ પ્રેકટીસ ચાલુ છે તેના ધડાકાઓના અવાજ છે તેમ સતાવાર જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે,ગત ફેબ્રુઆરી માસમાં આવા ધડાકાઓના કારણે નાઘેડી,ગોરધનપર,બેડી વિસ્તારના અમુક રહેવાસીઓએ કલેકટરને ફરિયાદ કરી હતી કે, ધડાકાઓના કારણે તેમના મકાનમાં તિરાડ પડી છે. જોકે આજના ધડાકાઓથી કોઇ નુકશાનીના અહેવાલ સાંપડયા નથી. > યશવંતસિંહપરમાર, ઇમરજન્સીરીસ્પોન્સ સેન્ટર, જામનગર

અવાજ સંભળાય છે અને બારી-બારણા ખખડે છે

આકાશમાંથી થતા ઢૂ...મ જેવા ગગનભેદી ધ્વનિ

અન્ય સમાચારો પણ છે...