જર્જરિત ઇમારત તોડતા બે મજૂરોનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરપાસેના હાપામા એક જુની જર્જરીત શાળા તોડી પાડવાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે એકાએક ઉપરની છત ધસી પડતા બે મજુરો દટાયા હતા. અને દટાઇ જવાથી ગુગળાઇ ગયેલા અને ગંભીર ઇજા પામેલા બન્ને મજુરોના ઘટના સ્થળે મૃત્યુ થતા અરેરાટી ફેલાઇ જવા પામી છે. ઘટના સ્થળે દોડી જઈને ફાયરશાખાની ટીમે બન્ને મૃતદેહને કાટમાળમાથી બહાર કાઢયા હતા. અને અન્ય ઇજાગ્રસ્ત મજુરોની બચાવ કામગીરી શરૂ કરી છે.

જામનગરથી પાંચ કિમી દુર સામથપીર દરગાહની બાજુમા જર્જરીત શાળાને ડીમોલેશન કરવાનુ કાર્ય શરૂ કરાયુ હતુ. શુક્રવારના રોજ મજુરોના કાફલાએ જુની શાળા તોડવાનુ કાર્ય શરૂ કર્યુ હતુ. તેમા બપોરના મજુરો દ્વારા દિવાલો અને છત તોડવાની કાર્યવાહી કરાતી હતી. ત્યારે ઓંચીતા ધડાકાભેર છત તુટી પડી હતી. અને છત નિચે કાર્ય કરતા બે મજુરો દટાઇ જતા મૃત્યુ પામ્યા હતા. જેમા એક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. ઘટના બનતા આજુબાજુના વિસ્તારના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ગમખ્વાર ઘટનાના સમાચાર મળતાજ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયુ હતુ. સુત્રોના જણાવ્યા પ્રમાણે સવિતાબેન છોટુભાઇ અને અજેય રામજીભાઇ દરગારીયાના મૃત્યુ થયાના અહેવાલો મળી રહ્યા છે. હાલ બચાવ કામગીરી શરૂ કરાઇ છે અને બીજા અન્ય મજુરોને હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.

મોતના માંડવા સમી ઈમારતને તોડવા જતા સર્જાઈ કરુણાંતિકા. તસવીર-હિરેનહિરપરા

જામનગર શહેર અને જીલ્લામા જર્જરીત ઇમારતોના અનેક સ્થળે જોખમ ઝળૂંબે છે. જેમકે જામનગર શહેરમા 88 જર્જરીત ઇમારતો કોર્પોરેશનના ચોપડે એવી છેકે જે ગમે ત્યારે તુટી પડે તેમ છે. તેવીજ રીતે તાજેતરમા જિલ્લા રેવન્યૂ વિભાગે સર્વે કરાવ્યા મુજબ 400 થી વધુ સરકારી ઇમારતો પણ જર્જરીત છે. આવી ઇમારતોની પાસેથી પસાર થવુ પણ જોખમી બની રહે છે. ત્યારે આવા તમામ માચડા તાકીદે દુર કરવા જોઇએ આવી જર્જરીત ઇમારત તોડતી વખતે આપતી નિયમના અંગેના તમામ માર્ગદર્શનો પ્રમાણે તોડવાની કાર્યવાહી થવી જોઇએ જેથી માલહાની કે જાનહાની થવા પામે.

અનેક સ્થળે જોખમ ઝળુંબે છે

કામગીરી દરિમયાન એકાએક છત ધસી પડી અને કામદારો કાટમાળ હેઠળ દબાયા

હાપામાં જૂની અને જર્જરિત શાળા તોડવાની કામગીરી દરમિયાન બની દુર્ઘટના

અન્ય સમાચારો પણ છે...