દોઢ દાયકા બાદ શહેરને રોજ પાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ, શનિવાર, 17 સપ્ટેમ્બર, 2016

લોકોને એકાંતરા અને ત્રણ દિવસે મળતા પાણીના ત્રાસમાંથી છૂટકારો થશે

વધુ 8 હજાર ઘરોમાં મળતું થયું રોજ પાણી, 3 દિવસમાં 100 ટકા વિસ્તારને પાણી વિતરણ

^શંકરટેકરી ઝોન હેઠળના ત્રણ પેટાઝોન પાબારી, જામનું ડેરૂ અને શંકરટેકરીમાં પાઇપ લાઇન નેટવર્કનું કામ ચાલી રહયું છે તેમજ લીકેજ હતા તે દુર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે અને હાલ શહેરના 80 ટકા વિસ્તારમાં દૈનિક પાણી વિતરણ થઇ રહયું છે જયાં રોજ 20 થી 25 મીનીટ પાણી અપાઇ રહયું છે અને હાલનું કામ 3 દિવસમાં પૂર્ણ થયે શંકરટેકરી ઝોન હેઠળ રોજ પાણી વિતરણ શરૂ થઇ જશે અને શહેરમાં 100 ટકા વિસ્તારોમાં દૈનિક પાણી વિતરણ થઇ રહેશે. > દિનેશછત્રાલા, કાર્યપાલકઇજનેર, વોટર વર્કસ, જામ્યુકો.

ત્રણ દિવસમાં 100 ટકા થઇ જશે

ડેમોમાં પૂરતો જથ્થો | રણજીતસાગરડેમની કુલ ઊંડાઈ 26 ફૂટ છે તેમાથી 14 ફૂટ પાણી છે, સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જ્યારે ઊંડ-1 ડેમની કુલ 42 ફૂટ ઊંડાઈમાંથી 36 ફૂટ પાણી છે

અન્ય સમાચારો પણ છે...