તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 વેપારી પાસેથી બિનવારસી 1240 લિટર કેરોસીન જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરિજલ્લા પુરવઠા વિભાગે લાલપુર તાલુકાના કાનાલુસમાં અાવેલી રિલાયન્સ લેબર કોલોની નં. 8માં અનઅધિકૃત કેરોસીનનું વેચાણ કરતા પાંચ વેપારીઓ તથા નદીના પટ્ટમાંથી બિનવારસુ કેરોસીનનો જથ્થો મળી કુલ રૂા. 19,990ની કિમતનું 1240 લીટર કરોસીન જપ્ત કરતા ગેરકાયદે ધંધા કરતા ધંધાર્થીઓમાં ફફાડટ મચી ગયો હતો.

જામનગર િજલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલ રિલાયન્સ લેબર કોલોની નં. 8 તથા નદીના પટ્ટમાં વગર પરવાને વેપાર કરતા વેપારીઓ ગૌરવકુમાર સુનિલકુમાર સિંગ પાસેથી 130 લીટર રૂા. 2054નું તથા ભનારામ ધોકલરામ દેવાસી પાસેથી 185 લીટર રૂા. 2923, શૈલેષ પરશુરામ યાદવ પાસેથી 100 લીટર રૂા. 1580 તથા દિનેશ મેહરામ દેવાંસી પાસેથી 200 લીટર રૂા. 3160, અશોકસિંહ જાલમસિંહ વાળા પાસેથી 185 લીટર રૂા. 3324 તથા 440 લીટર, રૂા. 6952 કિમતનું બિનવારસુ કેરોસીનનો જથ્થો અધકૃિત મળી આવ્યો હતો અને સ્થગિત કરાયો હતો.

કુલ કેરોસીન લીટર 1440નો રૂા. 19,993 કિમતનો જથ્થો િજલ્લા પુરવઠા અધિકારી કે.જે. જાડેજાએ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓનું હુકમ 1977 હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ગેરકાયદેસર ધંધા કરતા ધંધાર્થીઓમાં મોટાપ્રમાણમાં ભયનો માહોલ સર્જાયો છે.

પરવા વગર ધંધો કરતા ધંધાર્થીમાં ફફડાટ

લેબર કોલોની, નદીના પટમાં દરોડા

અન્ય સમાચારો પણ છે...