તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારો માટે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાબેડી વિસ્તાર તેમજ બાજુમાં આવેલા માધાપર-ભુંગા અને જોડિયા-ભુંગામાં વસવાટ કરતા માછીમાર ભાઈઓને ગાંજો, ચરસ જેવા કેફી પદાર્થાેના સેવનથી થતી નુકસાની અને તેઓના પરિવારને મળતી બરબાદી અંગે જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળની સૂચનાથી બેડી મરીન પોલીસ સ્ટેશનમાં એસઓજી તેમજ બેડી મરીન પોલીસ દ્વારા જાગૃતિનો સંદેશ ફેલાવવા સેમિનાર યોજવામાં આવ્યો હતો.

સેમિનારમાં એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એસ.એન. સાટી તથા સ્ટાફ અને બેડી મરીનના પીએસઆઈ કે.એ. ગોહિલ અને સ્ટાફે માછીમાર ભાઈઓેને માદક પદાર્થના સેવન, વેચાણથી થતી નુકસાની અને ગેરફાયદાઓ અંગે વિગતવાર સમજ આપી હતી. ઉપસ્થિત માછીમારો, આગેવાનોએ દૂષણને પોતાના સમાજમાંથી દૂર કરાવવા માટે પૂરતો સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસે અંગેની પત્રિકાનું વિતરણ કર્યું હતું.

કાર્યક્રમ ઉપરાંત અન્ય બે કાર્યક્રમ જોડિયા તેમજ સચાણા ગામમાં પણ એસઓજી દ્વારા યોજવામાં આવ્યા હતા.

વ્યસનથી થતાં ગેરલાભો અંગે પણ સમજાવાયા

પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...