તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકા અને જામનગર જિલ્લાના યુવકો માટે રોજગારલક્ષી કેમ્પ

દ્વારકા અને જામનગર જિલ્લાના યુવકો માટે રોજગારલક્ષી કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતસરકારની નેશનલ કેરીઅર સર્વિસ ફોર ઇન્ટરલિન્કીગ ઓફ એમ્પ્લોયમેન્ટ યોજના અન્વયે જિલ્લા રોજગાર કચેરી, દેવભુમી દ્વારકા જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગાર મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ભરતી કરવા માટે એક મેગા જોબ ફેરનુ આયોજન ઓસવાળ સેન્ટર, વિંગ-૨, સાતરસ્તા પાસે,જામનગર ખાતે તા. 6 ડિસેમ્બરના રોજ 11-૦૦ વાગ્યે જામનગર જિલ્લાા રોજગાર કચેરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાન રોજગાર કચેરી દ્વારા કરવામા આવ્યુ છે. જેમા ૧૨ પાસ તથા વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. ઉમર મર્યાદા ૨૦ થી ૨૭ની રહેશે. મેગા જોબ ફેરમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પસંદગી કરનાર છે.

મેગા જોબ ફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકશે.તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. મેગા જોબફેરમાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ હોય તેવા ઉમેદવાર પણ ભાગ લઇ શકશે. તેમ જિલ્લાા રોજગાર અધિકારી, દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

નોકરીદાતાઓ કેમ્પસ ઇન્ટરવ્યૂ કરશે

અન્ય સમાચારો પણ છે...