તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સાસરિયાં સામેની ફરિયાદમાં મહિલા વિરુદ્ધ ચુકાદો અપાયો

સાસરિયાં સામેની ફરિયાદમાં મહિલા વિરુદ્ધ ચુકાદો અપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંરહેતાં પૂનમબેન વસંતભાઈ દવેના લગ્ન મોરબીના અરુણભાઈ શાંતિલાલ ત્રિવેદીના પુત્ર મૃગેશ સાથે થયાં હતાં. સાસરિયાઓએે લગ્નજીવન દરમ્યાન દુ:ખ-ત્રાસ આપી કૌટુંબિક હિંસાઓ ગુજારી તકલીફો આપી હતી. બનાવની પૂનમબેને જામનગરની અદાલતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં પૂનમબેને સાસરિયાઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હોય કોમ્પ્યૂટર ક્લાસ ચલાવવાનો સંયુક્ત વ્યવસાય કરતા હોઈ અને તેમાંથી પાંચ લાખથી વધારે આવક મેળવતા હોઈ તેમજ મોરબીમાં મોટો બંગલો, ગાડીઓ, ડ્રાઈવરો, અને કામવાળાઓ સહિતની વૈભવી સુખ-સગવડતા ધરાવતા હોવાનું ઉલ્લેખ કરેલો તે કારણે પૂનમબેનને મકાનભાડું તથા ભરણપોષણ પેટે રૂા. પાંત્રીસ હજાર દર મહિને માંગેલા હતાં. તેમજ ધંધામાં નફાનો ત્રીજો ભાગ પણ માંગ્યો હતો. જેની માંગણીની અરજીમાં અદાલત દ્વારા મોરબીમાં રહેતા સાસરિયાઓને નોટીસ કરી હાજર થવાનું ફરમાન કર્યું હતું અને ટ્રાયલ ર્કોટે વચગાળાની રાહતો આપવાની માંગણી નામંજૂર કરી હતી. જે અંગે પૂનમબેન દ્વારા સેશન્સ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. જે અપીલમાં કાયદાની જોગવાઈઓ તથા સાસરાપક્ષ તરફે કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ એડી. સેશન્સ જજ એ.આર.શર્માએ સાસરિયા પક્ષને વચગાળાના તબક્કે ન્યાય આપ્યો હતો.

ઘરેલુ હિંસાના કેસમાં પરિણીતાની ફરિયાદ

જામનગરની કોર્ટ દ્વારા સાસરિયાંને રાહત

અન્ય સમાચારો પણ છે...