તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જોડિયામાં રસ્તા પર ચાલવા મુદ્દે બે જૂથ વચ્ચે શસ્ત્ર અથડામણ

જોડિયામાં રસ્તા પર ચાલવા મુદ્દે બે જૂથ વચ્ચે શસ્ત્ર અથડામણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરજિલ્લામાં વધુ એક માથાકૂટનો બનાવ સામે આવ્યો હતો. જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર ગામમાં રસ્તે ચાલવાના મનદુખમાં પટેલ અને ભરવાડ શખ્સ વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મામલો બીચકાયો હતો અને શસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં પટેલ તથા ભરવાડ જૂથ દ્વારા સામસામી પોલીસ ફરિયાદો થઈ હતી. હાલ પોલીસે ફરિયાદ નોધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો અને સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

જોડિયા તાલુકાના જસાપર ગામમાં રહેતા કારાભાઈ લખુભાઈ ગમારાને જસાપરના બિપીન દેવકરણ પનારા સાથે રસ્તા બાબતે મનદુઃખ ઉભું થયા પછી તે બાબતનો ખાર રાખી કારાભાઈને બિપીન અને તેના પુત્ર અતુલે લતીપુર ગામ પાસે આંતરી લઈ તલવાર વગેરે હથિયારોથી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સોમવારે કારાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી 323, 324, 326, 504, 506 (2), 114 તથા જીપી એક્ટની કલમ 135 (1) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

ફરિયાદની સામે બિપીન દેવકરણભાઈ પનારાએ સામી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, વર્ષ 2012માં બિપીનભાઈએ કારા લખુ ગમારા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તે બાબતનો ખાર રાખી તેઓ પર કારા લખુ, હાજા લખુ તથા બટુક લખુએ લાકડી-ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. પોલીસે ફરિયાદ પણ નોંધી હતી અને સત્ય શું છે તે જાણવા અને આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી

બોલાચાલી થયા બાદ કારસ્તાન આચરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...