વરવાળા પાસે બાઇક સ્લીપ થઇ જતાં એક યુવાનનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર-દ્વારકાહાઇવે પર અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં નાની-મોટી માનવ જિંદગી હોમાતી હોય છે અને અમુક લોકોને અવાર-નવાર અકસ્માતોથી નાની-મોટી ઇજાઓ પહોચતી હોય છે જેમાં દ્વારકાથી વરવાળા ગામ પાસે એક મોટરસાયકલ ચાલકની ગાડી સ્લીપ થઇ જતાં એક વ્યકિતનું મોત થયું હતું અને એક વ્યકિત જે પાછળ બેઠેલ હોવાથી તેમને નાની-મોટી ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દ્વારકાથી 5 કિમીના અંતરે આવેલ વરવાળા ગામ પાસે મોટરસાયકલ સ્લીપ થતાં એકનું મોત તથા એક વ્યકિત ઇજાગ્રસ્ત થયો હતો. અંગેની માહિતી મળતા મુજબ ગાંધીનગરી ઓખાના વતની આમદભાઇ ખમીશાભાઇ કુરેશી (ઉ.વ.20) ઓખાથી દ્વારકા બાઇક નં. જીજે-3આરઆર-7770 પર આવતા વરવાળા ગામ પાસે બાઇક સ્લીપ થતા આમદભાઇ તથા બાઇકની પાછળ બેઠેલા ઇલીયાસભાઇ અબ્બાસભાઇ ઘાવડાને ઇજા પહોચતા દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં ડોકટરોએ બાઇક ચાલક આમદભાઇને મૃત જાહેર કર્યા હતાં અને પાછળ બેઠેલા ઇલ્યાસભાઇને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...