તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધામાં વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલએસટી વિભાગને નોટ બંધ થયા બાદ પડતી કનડગતને કારણે ધરખમ ફેરફારો કર્યા છે. જેમા ઓનલાઇન બુકીંગને વધારે મહત્વ અપાયુ છે. જેથી છુટા આપવા અને નોટ તબદીલ કરવાની ઝંઝટ કરવી પડે તે સાથે નવી બસોની માંગ સહિત અનેક મુદ્દાઓ પર રજૂઆત કરાઇ હોવાની બાબત એસટી વિભાગના નિયામક જે.આર. બુચે જણાવી હતી.

રાજ્યના એસ.ટી. નિગમ દ્વારા મુસાફરી લક્ષી લેવાયેલા નિર્ણયો અંગે વિભાગીય નિયામક જે.આર. બુચએ જણાવ્યું હતું કે જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા ૨૭૫ બસો ચલાવવામાં આવે છે. તેમાંથી લાખથી વધુ કિમી ચાલી ગયેલી ૨૪ બસો રદ કરતા હાલ ૨૫૧ બસો દોડી રહી છે.

2009 થી ઓનલાઇન સીસ્ટમ એસટી નિગમે અપનાવી છે. મુસાફરોને અગાઉથી સુવિધા અને સરળતાથી લાંબા અને ટુંકા રૂટની બસ મળી રહે તેમાટે અપનાવવામા આવી છે. તેમજ નોટ બંધીના કારણે કંડકટર અને મુસાફરો વચ્ચે છુટા નાણા માટે રકઝક થતી હોવાથી એડવાન્સ બૂકીંગ , બૂકીંગ ,મોબાઇલ બૂકિંગ , વહેવારો તરફ આકર્ષાય અને તેમા મુસાફરોને 5 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય નિગમ દ્વારા લેવામા આવ્યો છે. યોજના માત્ર 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે તેમ જણાવ્યુ હતુ. માહિતી આપતા સમયે ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર કવિતાબેન ભટ્ટ, ડિવિઝનલ મિકેનીકલ એન્જિયનિયર્સ પી. ગુર્જર અને અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરથી સપ્તાહમાં નવી ઈન્ટરસિટી દોડવવાની જાહેરાતથી મુસાફરોમાં રાહત.

સપ્તાહમાં પાંચ નવી ઇન્ટરસિટી દોડશે

બસ સ્ટેશન પીપીપીના ધોરણે અદ્યતન બનાવાશે

^જામનગરનાએસ.ટી. ડેપોને પીપીપીના ધોરણે આધુનિક બનાવવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે એક્સપ્રેસ વોલ્વો, ગુર્જરી બસોની સ્પીડ વધારી ૮૦ કિ.મી. પ્રતિ કલાક અને ગ્રામ્ય કક્ષાએ દોડતી બસોની સ્પીડ ૬૫ કિમીની કરી નાખવામાં આવી છે. જામનગરથી દ્વારકા, જામનગરથી જુનાગઢ, જામનગરથી મોરબી, જામનગરથી રાજકોટ અને જામનગર ધ્રોલ વચ્ચે ઈન્ટરસિટી બસનો પ્રારંભ કરાશે.એસટી વિભાગ દ્વારા નવી 24 બસની માંગ કરવામા આવી છે. તેમજ મુસાફરોલક્ષી વિવિધ યોજના જેમકે એડવાન્સ બૂકીંગ , ટીકીટ , મોબાઇલ બૂકીંગ , 15 દિવસના ભાડામા 30 દિવસની મુસાફરી સહિતની સુવિધાઓ જાહેર કરી હતી. હાલ 251 બસ એસટી વિભાગમા ચાલી રહી છે. તેમજ જિલ્લાના બસ સ્ટેશનનોને પીપીપી ના ધોરણે બનાવવામા આવશે.>

જે.આર.બુચ, એસટીનિયામક

અન્ય સમાચારો પણ છે...