• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પેટના દુ:ખાવાથી કંટાળી પરિણીતાઅે અગ્નિસ્નાન કર્યું

પેટના દુ:ખાવાથી કંટાળી પરિણીતાઅે અગ્નિસ્નાન કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાતાલુકાના વડત્રા ગામમાં રહેતા એક પરિવારમાં પરિણીતાને છેલ્લા એક માસથી પેટના દુખાવાની બિમારી રહેતી હેાય તેથી પરિણીતાએ કંટાળી અને અગ્નિસ્નાન કરી લેતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હોવાનું જાહેર થયું છે. જે અંગેની જાણ પોલીસમાં કરાઇ હતી.

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા નટુભા રામસંગ જાડેજાના છત્રીસ વર્ષીય પત્ની બીનાબા છેલ્લા એકાદ માસ થયા પેટના દુ:ખાવાની બિમારીથી પીડાતા હતાં બિમારીથી કંટાળી જઇ, બીનાબાએ ગત તા. 22મીના રોજ પોતાના ઘરે પેાતાના હાથે સળગી જતાં તેણીને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે હેડ કોન્સ. પી.આર. જાડેજાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...