શહેરમાંથી 5.19 લાખનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાઈનજીકના ડોકામરડા નેસ પાસેની ગણેશવાળી સીમના ચેકડેમ પાસેથી સ્થાનીક પોલીસે દરોડો પાડી રૂ.5.19 લાખનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે દારૂની 1039 બોટલ કબ્જે કરી ફરાર થયેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જામજોધપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડોકામરડા નેસ પાસે અંગ્રેજી શરાબનો જથ્થાનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમી મળતા ઈન્ચાર્જ પીઆઈ ડી. બી. ગોહિલ અને સ્ટાફે ગણેશવાળી સીમથી ઓળખાતી જગ્યાના ચેકડેમ પાસે દરોડો પાડ્યો હતો અને ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 1039 બોટલ મળી આવી હતી. ખોખામાં ભરવામાં આવેલો શરાબનો રૂ.5,19,500નો જથ્થો પોલીસે કબજે કરી ફરાર શખ્સોની શોધખોળ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...