• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જી.જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના વોટર ફિલ્ટર મશીનો બંધ, દર્દીઓમાં રોષ

જી.જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના વોટર ફિલ્ટર મશીનો બંધ, દર્દીઓમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.જી.હોસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગ પાસે વોટર ફિલ્ટરની સુવિધા રાખવામાં અાવી છે પરંતુ વોટર ફિલ્ટરમાં પાણીની સુવિધા મળતી હોવાથી દર્દીઓને ના છુટકે બહાર વેચાતું પાણી લેવાની ફરજ પડતી હોવાથી તંત્ર વાહકો સામે રોષની લાગણી જન્મી છે.

શહેર તથા જિલ્લાની મોટી ગણાતી જી.જી. હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓનું આવાગમન રહેતું હોય છે. પરંતુ હમેશા નાના-મોટા વિવાદોમાં રહેતી હોસ્પિટલમાં દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હાેય છે. તંત્ર દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે પરંતુ અંગેની કોઇ પૂરતી કાળજી રાખવામાં આવતા અનેક સુવિધાઓ ધૂળ ખાતી જોવા મળતી હોય છે.

ઉનાળાની સીઝન શરૂ થતા તંત્ર દ્વારા વોટર ફિલ્ટરની વ્યવસ્થાઓ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે. પરંતુ સુવિધા માત્ર કાગળ ઉપર દેખાડવા શરૂ કરવામાં આવી હોય તેવું ચિત્ર દેખાઇ રહયું છે. વોટર ફિલ્ટર મશીનો તો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે પરંતુ વોટર ફિલ્ટર મશીનમાં પાણીની સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે. જેમાં સોનોગ્રાફી વિભાગ પાસેના મશીનમાં પાણીનું ટીપુ પણ જોવા મળતા દર્દિઓને નાછુટકે બહારથી વેચાતું પાણી લેવું પડતું હોય છે અને અંગે દર્દીઓ તથા તેમના પરિવારજનો દ્વારા તંત્ર સામે ભારે ફિટકારની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...