તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર શહેરના રાજમાર્ગોને પહોળા કરવા રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાસામાજિક કાર્યકર અશોકભાઈ ભટ્ટે કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગર શહેરની વધતી જતી ટ્રાફિક, પાર્કિંગ તેમજ ગંદકીની સમસ્યાને ધ્યાનમાં લઈ મુખ્ય રસ્તાઓ, રાજમાર્ગોને વોલ-ટુ-વોલ ડામર રોડ કરવાથી હૈયાત રસ્તાઓ મોટા થતા ટ્રાફિક, પાર્કિંગ અને ગંદકી જેવી સમસ્યાઓ હળવી થઈ શકે તેમ છે.

જામનગર શહેરના વિવિધ મેઈન રસ્તાઓમાં ઘણા કિસ્સાઓમાં એવું જણાય છે કે, હૈયાત ડામર રોડ કે સી.સી. રોડના કાર્પેટના ક્ષેત્રફળ કરતા રસ્તાની બન્ને સાઈડોના પડતર સાઈડો (પડખાઓ) નું ક્ષેત્રફળ વધારે જોવા મળે છે, એટલે કે, રોડ કરતા ખુલી સાઈડો વધારે છે. શહેરના રાજમાર્ગો એવા છે કે, હૈયાત ડામર રોડ કરતા બન્ને સાઈડો નોન-યુઝ હાલતમાં જોવા મળે છે. બન્ને સાઈડોનો ઉપયોગ કરવામાં આવે તો રસ્તાઓ મોટા અને પહોળા થશેે. જેમાં કોઈ શંકાને સ્થાન નથી માટે રોડ બનાવવા જરૂરી છે.

ટ્રાફિક, પાર્કિંગ અને ગંદકીની સમસ્યા હળવી થશે

જામનગરના કમિશનરને પત્ર લખી જણાવવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...