તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • સ્કૂલના છકડામાં 8 થી વધુ બાળકોને બેસાડી શકાશે નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલના છકડામાં 8 થી વધુ બાળકોને બેસાડી શકાશે નહીં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંશાળાએ જતાં વિધ્યાર્થીઑને તેડવા-મુકવા માટે વાલીઓ દ્વારા છકડા રિક્ષા અથવા મારુતિવાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે રિક્ષા અને છકડામાં વધુ સંખ્યામાં બાળકોને ભરવામાં આવતા હોય છે ત્યારે અંગે હાઇકોર્ટમાં રીટ ફાઇલ કરવામાં આવી હતી તેથી જિલ્લા પોલીસ વડા દ્વારા વાહનોમાં નિયમો મુજબ બાળકોને બેસાડાઈ તે માટે શાળાના આચર્યો સાથે ટ્રાફિક શાખાને સાથે રાખી અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મુદાને લઈ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી અને ટ્રાફિક પીઆઇના જણાવ્યા અનુસાર સ્કૂલના બાળકોને તેડવા મૂકવાનું કામ કરતાં છકડામાં નિયમ અને ઉમર મુજબ આરટીઓ માંથી મંજૂરી લીધેલી હોય તેવા છકડામાં આઠથી વધારે વિધાર્થીઓને બેસાડી શકાસે નહીં જ્યારે શાળાના આચાર્યો દ્વારા શાળાના કેટલા વિધાર્થીઓ છકડામાં અથવા તો અન્ય વાહનોમાં આવે છે તે અંગેનું એક રજીસ્ટર બનાવવાનું રહેશે અને તે તૈયાર કરી અને 15 દિવસમાં ટ્રાફિક શાખાને જમા કરાવાનું રહેશે. ટ્રાફિક શાખા દ્વારા રજીસ્ટર ઉપર અભ્યાસ કરી અને જરૂરી તપાસણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો