તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકાના વિકાસ કામો માટે 150 લાખ મંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરતાલુકાએ ટીવીટીમાં રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોની જરૂરીયાતો પ્રમાણે જામનગર તાલુકાના રસ્તા, ગટર, ઘન કચરાના નિકાલ, પીવાના પાણી, પેવર બ્લાેક સહિતના 45 જેટલા કામો માટે રૂા. 150 લાખ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવી છે.

કામોમાં ગામના આંતરીક રસ્તાઓ માટે બેરાજા ગામે સીસી રોડ માટે રૂા. 3 લાખ, મિયાત્રા ગામે સીસી રોડ માટે રૂા. 2.5 લાખ, નાઘુના ગામે ગૌશાળા પાસે સીસી રોડ માટે રૂા. 2.5 લાખ, હાપા ગામે સીસી રોડ માટે રૂા. 3 લાખ, ખંભાલીડા મોટો વાસ ગામે સીસી રોડ માટે રૂા. 4 લાખ, ધ્રાંગડા ગામે ભુગર્ભ ગટર તથા સીસી રોડ માટે રૂા. 5 લાખ, ઘુડશીયા ગામે સ્મશાનથી આગળ કોઝ-વે માટે રૂા. 3 લાખ, ઢંઢા ગામે પુલ રીપેર માટે રૂા. 3.5 લાખ મળી 26.50 લાખ મંજુર થયેલ છે.

ઉપરાંત ઘન કચરાના નિકાલ માટે દરેડ ગામે સફાઇના સાધનો માટે રૂા. 4 લાખ, બાલંભડી ગામે ઘન કચરાના નિકાલ માટે મીની ટ્રેકટર ટ્રેાલી સાથે માટે રૂા. 5 લાખ તથા નાની ખાવડી ગામે પણ મીની ટ્રેકટર ટ્રોલી સાથે રૂા. 5 લાખ સહિત રૂા. 14 લાખ મંજુર થયેલ છે.

ગટર વ્યવસ્થાના કામો માટે ગાગવા તથા ચાવડા માટે રૂા. 3-3 લાખ, મોટી લાખાણી ગામે ભૂગર્ભ ગટર માટે રૂા. 5 લાખ, મોટી બાણુગાર ગામે ભૂગર્ભ ગટર માટે રૂા. 3 લાખ, રવાણી ખીજડીયા ગામે ભૂગર્ભ ગટરના કામ માટે 5 લાખ, મોટી બાણુગાર ગામે ભૂગર્ભ ગટર માટે રૂા. 3 લાખ, રવાણી ખીજડીયા ગામે ભૂગર્ભ ગટરના કામ માટે 5 લાખ, મોરકંડા ગામે અન્ડર ગ્રાઉન્ડ ગટરના કામ માટે રૂા. 4 લાખ, હડમતીયા, ધુતારપુર, જામ વણથલી, બાડા, મોટા, બાલંભડીમાં ગટરના કામો માટે રૂા. 3-3 લાખ સહિત રૂા. 41 લાખ મંજુર થયેલ છે.

આમ આંતરીક રસ્તાના કામો 8 કામો માટે રૂા. 26.50 લાખ, ઘન કચરાના નિકાલના 3 કામો માટે 14 લાખ, ગટર વ્યવસ્થાના 12 કામો માટે રૂા. 41 લાખ, પીવાના પાણીના 11 કામો માટે રૂા. 36 લાખ, પેવર બ્લોકના 11 કામો માટે 32.50 લાખ સહિત કુલ 45 જેટલા કામો માટે 150 લાખના વિકાસ કામો મંજુર થયેલ છે.પીવાના પાણીના 11 જેટલા મહત્વના કામોમાં સુર્યપુરા ગામે પીવાના પાણીના સંપ માટે રૂા. 5 લાખ, કોઝા ગામે પાણી સંગ્રહ તેમજ પાઇપ લાઇન માટે રૂા. 4 લાખ, મુંગણી ગામે પાઇપ લાઇન માટે રૂા. 4 લાખ, હાપા ગામે મેઇન પાણીની લાઇન માટે 2 લાખ, મોડા ગામે 100 મીટર પાણીની પાઇપ માટે 2 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

કામોનું અમલીકરણ થતાં ગ્રામ્ય સુખાકારીમાં અભિવૃધ્ધિ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો