Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જોડિયા તાલુકામાં રોડ માટે 2.10 કરોડ મંજૂર કરાયા
જામનગરિજલ્લા પંચાયતની કારોબારી સમિતિની દ્રિતીય મિટીંગ બપોરે 6 વાગ્યે િજલ્લા પંચાયત ગૃહમાં રસીકભાઇ કોડીનારીયા ચેરમેન અધ્યક્ષ સ્થાને િજલ્લા વિકાસ અધિકારી એમ.એ. પંડયાની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં બીન ખેતીના પ્રકરણો મંજુર કરાયા હતાં તેમજ અન્ય યાેજનાકીય મજૂરીઓ પણ અપાઇ હતી તેમજ બાંધકામના 2.10 કરોડના કામો મંજુર કરાયા હતાં.
કારોબારી સમિતિમાં સમિતિનાં તમામ સદસ્યઓ ઉપસ્થિત રહયા હતાં ચેરમેનના જણાવ્યા મુજબ મિટીંગમાં બાંધકામ વિભાગના 2 કરોડ 10 લાખના જોડિયા તાલુકાના રોડના કામો મંજુર કરવામાં આવ્યા હતાં જે ગ્રામજનો માટે સુવિધા જનક બની રહેશે. કારોબારી સમિતિમાં ખેતીની જમીનને બીન ખેતીમાં ફેરવવાના કુલ 6 પ્રકરણો 58122.00 ચાેરસ મીટર તેમજ બીન ખેતીમાંથી ખેતી ફેરવવા માટેનો 1 એક પ્રકરણ 32375.00 ચો.મી.નું મંજુર કરવામાં આવ્યું છે તમામ પ્રકરણોનાં આદેશો આપવામાં આવ્યા છે.
િજલ્લા વિકાસ અધિકારી પંડયાએ નિર્મળ ભારત યેાજના અન્વયે ઘેર-ઘેર શૌચાલય બનાવવાની યોજનાનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. મિટીંગમાં ચેરમેન ઉપરાંત સદસ્યઓ જે.ટી. પટેલ, પરમાર મોહનભાઇ પાંચાભાઇ, મારવીયા જયંતિલાલ પરસોતમભાઇ, સુમિત્રાબેન સાવલીયા, નયનાબેન માધાણી, રેખાબેન ગજેરા ઉપસ્થિત રહયા હતાં. મિટીંગમાં નાયબ િજલ્લા વિકાસ અધિકારી, નાયબ િજલ્લા વિકાસ અધિકારી તથા તમામ અધિકારીઓ તથા સબંધીત કર્મચારીઓ ઉપસ્થીત રહયા હતાં.