તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર પોલીસ દ્વારા ફિશરમેન અવરનેશ કાર્યક્રમનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર પોલીસ દ્વારા ફિશરમેન અવરનેશ કાર્યક્રમનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતસરકાર ફીશરમેનોમાં જાગૃતતા લાવવા સતત પ્રયત્નશીલ હોય તે અંતર્ગત જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળની સુચનાથી જામનગર એસ.ઓ.જી. ની ટીમે જામનગર બેડી ખાતે ફીશરમેન અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માછીમારોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ વિભાગની ઓફીસોના જરૂરી નંબરો આપવામાં આવ્યા હતા. અને 55 ફીશરમેનને એક લગેજ બેગ પણ આપવામાં આવી હતી.

પ્રોગ્રામમાં જામનગર એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સે. એસ.એન.સાટી, બેડી મરીન પો.સ્ટે. પો.સ.ઈ. જે.એમ.જાડેજા તથા કોસ્ટ ગાર્ડના એમ.બી.લાલ, સ્ટેટ આઈ.બી.ના આઈ.ઓ. વી.ડી.આહીરે, ફીશરીજ વિભાગના બી.કે.ઠાકર, કસ્ટમના ઈન્સેપેકટર એચ.એ.બદરીયા વગેરે ઉપસ્થિત રહેલ પ્રોગ્રામમાં આશરે 550 જેટલા માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ અધિકારીઓએ માછીમાર ભાઈઓને દરીયામાં માછીમારી કરવા જાય ત્યારે આઈ.એમ.બી.એલ. નહી ઓળગંવા, ફીસીંગ બેન્ડ દરમ્યાન દરીયામાં માછીમારી કરવા નહી જવા તથા કોઈ અજાણી બોટ કે અજાણ્યા માણસો જોવા મળે તો તુરત પોલીસમાં જાણ કરવા સમજ કરેલ અને દરીયામાં માછીમારોએ પરોક્ષ રીતે પોલીસની ભુમીકા અદા કરવા અપીલ કરેલ હતી.

સરબત તથા પફ વગેરે અલ્પાઆહાર કરાવેલ જેથી બેડી, માધાપર ભુંગાના ફીશરમેન પરીવારમાં હર્ષની લાગણી ફેલાયેલ હતી.

હજુ ચાલુ માસ દરમ્યાન આવા ફીશરમેન અવરનેશ કાર્યક્રમનું આયોજન અન્ય જગ્યાએ થનાર છે.

માછીમારોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ વિભાગની ઓફીસોના જરૂરી નંબરો દરીયામાં આવન જાવન કરે ત્યારે અનુસરવાની કાર્યરીતી વગેરે અંગે એક સ્પંર્ધા રાખેલ જેમાં સાચા જવાબ આપનારા 55 (પંચાવન) જેટલા ફીશરમેનોને પ્રોત્સાહન રૂપે એક એક રેગ્જીનની લગેજ બેગ આપવામાં આવેલ હતી.

અજાણી બોટ જોતા તુરંત જાણ કરવા સૂચના અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો