તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની સૌથી મોટી સિંચાઇ યોજના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલ અને જોડિયા તાલુકાના અનેક ગામ આવરી લેવાશે

23 ગ્રામ્ય વિસ્તારોને પાણીની સુવિધા પૂર્ણ કરાશે

વિકાસ ગોહિલ |જામનગર

જામનગરનીમોટી સિંચાઇ યોજના આકાર લઈ રહી છે. જામનગર જિલ્લાના નંદપુર પાસે ઉંડ 1 સિંચાઇ યોજના કાર્યરત થવા પામી છે. યોજના સાકાર થશેતો જામનગર તાલુકાના 9 અને ધ્રોલ તાલુકાના 7 તથા જોડીયાના 7 ગ્રામ્યવિસ્તારોને પાણી સગવડતા પુરી પડાશે ડેમને તાંત્રીક મજુરી, ટેંડર સહીતની પ્રક્રિયા પુર્ણ થવા પામી છે. આગામી સમયમા બાંધકામ અને પાણી વિતરણ વ્યવસ્થાનુ કાર્ય શરૂ કરાશે. ઉંડ 1 સિંચાઇ યોજના જામનગર જિલ્લો, તાલુકાના નંદપુર પાસે જિલ્લાની મોટી સિંચાઇ યોજના છે. યોજનનુ બાંધકામ વર્ષ 1988 પુર્ણ કરવામા આવ્યુ હતુ. યોજનાનો કેચમેંટ એરીયા 979 ચો.કીમી છે. યોજના જળાશય વર્ષ 2010 મા સીલ્ટ સર્વે કરવામા આવ્યો હતો. તે પ્રમાણે કુલ પાણીનો જથ્થો 2560 ઘનફૂટ મિટર થાય છે. યોજનાના જળાશયમાથી 360 ઘનફૂટ મિટર પીવાના પાણી તરીકે ઉપયોગ કરવમા આવશે યોજનાની નહેરો દ્વારા જામનગર જિલ્લા-તાલુકાના 9 ગ્રામ્યવિસ્તારો, ધ્રોલ તાલુકાના 7, જોડીયાના 7 ટોટલ 23 જિલ્લાના 23 ગ્રામ્ય વિસ્તારોને સિંચાઇ યોજનાનો લાભ મળે તેમ આવરી લેવાશે. તેમા ડાબા કાંઠાની નહેરનો સી.સી.એ 10563 હેકટર અને જમણા કાંઠા નહેરનો સી.સી.એ 357 હેકટર છે. વિકાસલક્ષી યોજના સાકાર થશે. આમ કુલ સી.સી.એ 19820 હેકટર પ્રમાણે આયોજન કરવામા આવ્યુ છે. જેમા ફલ્લા સેકશન પણ ઉમેરવામા આવ્યુ છે. સેકશન ડાબા કાંઠા મુખ્ય નહેર 18970 થી શરૂ થાય છે. 24610 મીટરે પુર્ણ થાય છે. ફલ્લા સેકશનનો કુલ પીયત વિસ્તાર 5800 હેકટર થવા પામ્યો છે.

કેનાલોના વિભાજનથી સપ્રમાણ પાણી મળશે

1988માસિંચાઇયોજનામા ફ્લો ઇરીગીશન સીસ્ટમ હોવાથી ખેડુતોને વધાર કે ઓછુ પાણી મળતુ હતુ. જેથી નવીન કટીંગ કેનાલો આવાથી કેનાલો ક્ર્મઅનુશાર કુંડી બનાવવામા આવશે અને કુંડીઓમાથી ખેડુતો જરૂરીયાત મુજબનુ પાણી લઇ શકશે હાલ લાઇનીંગ, ખોદાણકામ, કોંક્રેટ, દરવાજા સિવાયના કેનાલોને લગતા કાર્યો હાથ ધરાશે.

આગામી18 માસમાં સિંચાઇ કાર્ય પૂર્ણ થશે

ડેમનાકાર્યામારૂ 12 કરોડ, 81 લાખ, 81 હજારમા કાર્ય પુર્ણ થસે ડેમના નકશા અને અંદાજોને સરકાર દ્વારા તાંત્રિક મંજુરી આપવામા આવી હતી. આકામના 10 કરોડ, 11 લાખ, 18 હજાર, 84 રૂપીયાનુ ટેંડર તા 14 માર્ચના રોજ મંજુર કરવામા આવ્યુ હતુ. ડેમની સિચાઇ યોજના વર્ક ઓર્ડર આપ્યાથી 18 માસમા પુર્ણ કરવાનુ આયોજન છે. જેથી યોજનાનો ટુંક સમયમાં લાભ મળવા લાગશે.

પાણીજરૂરિયાત મુજબ લેવામાં આવશે

ઉંડ1સિંચાઇ યોજનાની જામનગર થી રાજકોટ હાઇવેથી નીચે ફલ્લા સેકશન હેઠળ આવતી નહેરો, શાખાઓ,માઇનોર , તેમજ સબ માઇનોર નુ જરૂરી સર્વે કરીને ઉદવહન સિંચાઇમા ફેરવવાનુ આયોજન કરાયુ છે. કેનાલોને કટીંગ કેનાલોમા ફેરવવાને કારણે પાણીનો જરૂરીયાત મુજબનો ઉપયોગ થવાથી વધુ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો