તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • હરિયાળી | રાજયમાં ગાંડા બાવળમાં હાલાર ત્રીજુ, બાવળ પ્રથમ ક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાળી | રાજયમાં ગાંડા બાવળમાં હાલાર ત્રીજુ, બાવળ પ્રથમ ક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં વૃક્ષોની સંખ્યામાં વધારો

જોકે તેમ છતાં વિસ્તારની દૃષ્ટિએ વૃક્ષની સંખ્યામાં જિલ્લો તળિયે

ભરત ભોગાયતા | જામનગર

રાજયવન તંત્ર દ્વારા કરવામાં આવેલા વૃક્ષની સંખ્યાના સર્વેક્ષણ મુજબ સૌરાષ્ટ્રના બે અને કરછ એમ ત્રણ જિલ્લા તળીયે રહયા છે. વિસ્તારની સાપેક્ષમાં સુરેન્દ્રનગર, કરછ અને જામનગર જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ નહીવત હોવાનું બહાર આવ્યું છે. જયારે વનતંત્રના આંકડા મુજબ જામનગર જિલ્લામાં પાંચ વર્ષના ગાળામાં ૧૧.૭૪ લાખ વૃક્ષોનો ઉમેરો થયો છે. છતાંય રાજયમાં અન્ય િજલ્લા તથા રાજય કક્ષાના સર્વે મુજબ જામનગર િજલ્લામાં જોઇએ તેટલા વૃક્ષો નથી.

જામનગર િજલ્લામાં વર્ષ-૨૦૦૮માં જિલ્લામાં ૮૫.૨૪ લાખ વૃક્ષો નોંધાયા હતાં. જેની સામે વર્ષ ૨૦૧૩માં ૯૬.૯૮ લાખ વૃક્ષો નોંધાયા છે. રાજયમાં છેલ્લી ગણતરી મુજબ ૩૦૧૪.૪૩ લાખ વૃક્ષો નોંધાયા છે. જેમાં લીમડો, ગાંડોબાવળ અને દેશીબાવળ અનુક્રમે ૪૫૪,૪૦૫ અને ૨૮૧ લાખ હેકટર નોંધાયા છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૯,૬૦૨,૯૮૦ અને શહેરી વિસ્તારમાં ૯૫,૪૬૦ મળી કુલ ૯૬,૯૮,૪૪૦ વૃક્ષો નોંધાયા છે. જેમાં ૩૭.૩૭ લાખ સાથે ગાંડોબાવળ પ્રથમ ક્રમે રહયો છે.

જયારે જિલ્લામાં આંબાના વૃક્ષો ૮૮૬૦૦ હોવાનું નોંધાયું છે. જયારે ૭,૪૮,૩૦૦ સાથે લીમડો જિલ્લામાં બીજા ક્રમે અને રાજયમાં ૧૭માં ક્રમે તથા રાજયમાં ભાવનગર અને આણંદ બાદ ગાંડાબાવળની સંખ્યામાં જામનગર જિલ્લો ત્રીજા સ્થાને રહયો છે. નોંધપાત્ર બાબત છેકે, બન્ને િજલ્લાના મળીને 96 લાખ વૃક્ષો થાય છે તેમાં 37 લાખથી વધુ તો ગાંડા બાવળ છે.

વળી રિલાયન્સ ગ્રીનના 16.4 લાખ વૃક્ષો પણ િજલ્લાના કુલ વૃક્ષોની સંખ્યામાં મહત્વનો હિસ્સો બની રહે છે. ફોરેસ્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ગ્રીનમાં નિયમિત સઘન સંભાળ અને સિંચનના કારણે ત્યાં વનરાજી નોંધપાત્ર રહી છે. નિલગીરી, ગોરળ અને ચીકૂ જેવા વૃક્ષોનું પ્રમાણ પણ ખૂબ નીચું જોવા મળી રહ્યું છે.

જામનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં આંબા, ગુલમહોર અને વિવિધ પ્રકારના વૃક્ષો સોળે કળાએ ખીલ્યા છે તે તસવીરની અંદર નજરે પડી રહ્યું છે, આમ છતાં પણ વિધિની વક્રતા છે કે, હાલાર વૃક્ષોની સંખ્યામાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નીચેના ક્રમે છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસ્તારની દૃષ્ટિએ વધુ ને વધુ વૃક્ષો વાવવામાં આવે તે ઇચ્છનીય છે, જો કે સંજોગોમાં પણ ગાંડા બાવળની સંખ્યામાં જામનગર જિલ્લાએ ત્રીજો ક્રમ મેળવ્યો છે. તસવીર- ભાસ્કર

વૃક્ષો સંખ્યા



ગાંડોબાવળ૩૭.૩૭

લીમડો ૭.૪૮

ઇઝરાયલ બાવળ ૬.૨૩

સપ્તપિર્ણ ૪.૨૪

દેશી બાવળ ૩.૪૦

સરૂ ૨.૫૧

વૃક્ષોસંખ્યા



ગોરડ૨.૪૮

નીલગીરી ૧.૯૬

ચીકુ ૧.૪૮

નારિયેળી ૧.૪૭

અન્ય ૨૮.૩૬

કુલ૯૬.૯૮

પાંચ વર્ષમાં પોણા બાર લાખ વૃક્ષ વધ્યા

રાજયમાંછેલ્લા પાંચ વર્ષમાં જામનગર જિલ્લામાં પોણા બાર લાખ વૃક્ષોનો વધારો થયો છે. જેમાં ગાંડાબાવળમાં હાલાર રાજયમાં બીજા નંબરે રહયું છે. તંત્રના રેકર્ડ મુજબ હાલારમાં ૯૭ લાખ વૃક્ષો નોંધાયા છે.

છેલ્લાદાયકામાં નોંધપાત્ર વધારો

િજલ્લાનાફોરેસ્ટ અધિકારીના જણાવ્યા પ્રમાણે જામનગર અને દ્વારકા િજલ્લામાં દાયકામાં વૃક્ષોમાં વધારો થયો છે. જેમાં છેલ્લા વર્ષોમાં લોકોમાં જાગૃતતા સાથે વૃક્ષારોપણ નહી પરંતુ વૃક્ષના જતન કરવાની ભાવના વધી છે અને તંત્ર દ્વારા પણ ધ્યાન અપાય છે. જેના કારણે છેલ્લા દાયકામાં વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. વળી ખાસ કરીને વૃક્ષો કાપવાની સંખ્યામાં પણ લોકોની જાગૃતિના કારણે ઘટાડો થયો છે તથા જમીનની ફળદ્રુપતા પણ વૃક્ષોને ઉછેરવામાં મદદરૂપ બને છે તેમ પણ નાયબ વન સંરક્ષક ડી.એમ. જોષીએ ઉમેર્યુ હતું અને સામાન્ય રીતે હેકટર દીઠ સાડા ત્રણસોથી વધુ વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર ગણાય.

ટોપટેન વૃક્ષો અને તેની સંખ્યા લાખમાં

વૃક્ષનું નામ રાજ્યમાં સ્થાન



લીમડો૧૭

ગાંડોબાવળ ૦૩

દેશીબાવળ ૨૦

નીલગીરી ૧૮

આંબો ૨૧

સરૂ ૨૦

અરડુસો ૧૨

જિલ્લામાં ત્રણ વખત થયેલી વૃક્ષની ગણતરી

વર્ષ વૃક્ષની સંખ્યા



200381.47

2008 85.24

2013 96.98

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો