તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • અવ્યવસ્થા| માત્ર 450 સ્થળોએ કચરા પેટી અને કન્ટેનર મુકાયા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા| માત્ર 450 સ્થળોએ કચરા પેટી અને કન્ટેનર મુકાયા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તંત્રના રેકર્ડ પર નગરમાં 816 ઉકરડાં


જામનગરના125 ચો.કી.મી.ના વિસ્તારમાં 816 ઉકરડાઓ છે જે તંત્રના ધ્યાનમાં છે અને માત્ર 450 સ્થળોએ કચરા પેટીઓ છે બીજી તરફ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન પણ રોજેરોજ થતું હોવા અંગે ફરિયાદો ઉઠવા પામી છે.

નાયબ કમિશનર એસ.જે. પંડયાએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને પુરી પાડેલી વિગતો મુજબ શેરમાં 816 કચરાના પોઇન્ટ છે, 378 કચરા પેટી છે જેમાં કચરા પેટીઓ અને કન્ટેનરોના સમાવેશ થાય છે, કચરા નિકાલ કામગીરી મીની ટીપર, કોમ્પેકટર, ટ્રેકટર તથા છકડા મારફતે કરાય છે. મંજૂર થયેલા કામ મુજબ રાજકોટની પાવર લાઇન કંપનીને વોર્ડ નં. 4, 6, 7, 8, 9, 12, 13, 14 વોર્ડમાં ગાર્બેજ કલેકશન અને કચરા નિકાલ કરે છે અને ઓમ સાંઇ વેન્ચર્સ વોર્ડ નંબર 10, 11, 18, 19માં, હર્ષવર્ધન રેડ્ડી વોર્ડ નંબર 1, 2, 3, 5, 15, 16, 17માં તથા ચામુંડા સેનીટરી મંડળી પણ વોર્ડ નંબર 4, 6, 7, 8, 9, 12, 13, 14માં થોડો સમય કામ કરતી હતી જયારે નગરસીમ વિસ્તારમાં પાર્ટી કેશવ એન્ટરપ્રાઇઝ અને ટપુભાઇ માધાભાઇ રાઠોડ દ્વારા ગાર્બેજ કલેકશન તથા કચરા નિકાલની કામ કરી કરે છે તેમજ રોજ 250 થી 260 ટન કચરાનાે શહેરમાંથી નિકાલ થાય છે જેનો ગુલાબનગર વિસ્તારમાં આવેલી મનપાની ડમ્પીંગ સાઇટ ઉપર નિકાલ થાય છે તથા નાણાકીય વર્ષના નવ મહીનામાં રૂા. 6.91 કરોડનો ખર્ચ થયો છે.

દરેક પોઇન્ટ ઉપર પેટી રખાશે

^કોર્પોરેશનદ્વારા સફાઇ કામગીરી માટે સતત પ્રગતિ કરાય છે અને મ્યુ. કમિશનર દ્વારા તે અંગે સતત અને સખત રિવ્યૂ થતો હોય કામગીરીમાં સુધારો આવ્યો છે. જેના ભાગરૂપે ઓપન પોઇન્ટ ઉપર પણ તબક્કાવાર કચરાપેટીઓ રાખવામાં આવશે. તેમજ કામ ફાળવવામાં આવ્યો છે તેની કામગીરીનું સતત સુપરવિઝન થાય છે અને જરૂર પડ્યે દંડ પણ ફટકારાય છે. જેમ કે, એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ રૂ. 1 કરોડનો દંડ કરાયો હતો. > નરેશપટેલ, નાયબઇજનેર, સોલિડ વેસ્ટ, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો