તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં બનાવવામાં આવશે 1804 ફ્લેટ્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં બનાવવામાં આવશે 1804 ફ્લેટ્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરની ઝૂંપડપટ્ટીઓ દૂર કરી ઇમારતો બનશે


જામ્યુકોદ્વારા છેલ્લા પંદર વર્ષોમાં પાંચ જેટલી આવાસ યોજના મારફત બે હજાર જેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ જમીન બજારમાં ભયંકર મંદી છે ત્યારે મ્યુનિ. તંત્ર દ્વારા શહેરની ભાગોળે રૂપિયા 138 કરોડના ખર્ચે પાંચ આવાસો દ્વારા કુલ 1804 ફ્લેટ્સ બનશે.

હાલ માટે ટેન્ડર બહાર પડી ગયા છે અને આગળની પ્રક્રિયાઑ પણ પૂરી થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં બનનારા ફ્લેટ્સ હાપા રોડ, પોલીસ હેડ ક્વાટર પાછળ અને લાલવાડીમાં આકાર લેશે. શહેરમાં આવેલી ઝૂપડપટીઑ દૂર કરીને ત્યાં આધુનિક મકાનો બનાવી ગરીબ પરિવારોને તેમાં મકાન ફાળવવાશ શહેરમાં ઇન્દિરા અને વામ્બે આવાસ યોજનાઓ બાદ તાજેતરમાં વધુ 3 આવાસ યોજનોઑ પૂર્ણ કરીને ખુલ્લી મૂકવામાં આવી છે. જેમાં આર્થિક પછાત અને ઓછી આવકવાળા નાગરિકોના જૂથોને સમાવવા પ્રયાસ કરાયો છે. જે મધ્યમ વર્ગ માટે એક સારી તક છે.

રીતે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી દિવસોમાં ટીપી સ્કીમ નં. 3 એના પ્લોટ નં. 70 અને 71 પર એટ્લે કે, ગોલ્ડ સ્ટાર બેટરી પાછી હાપા રોડ પર રૂપિયા 54.92 કરોડના ખર્ચે બે આવાસ યોજના તેમજ ટીપી સ્કીમ નં. 1 ના પ્લોટ નં. 96માં પોલીસ હેડ ક્વાટર પાછળ બે આવાસ યોજના ઉપરાંત ટી.પી.સ્કીમ નં. 2ના પ્લોટ નં. 88 પર લાલવાડી પ્રાઇમરી સ્કૂલ પાછળ એક મળી કુલ 5 આવાસ યોજનાઑ મ્યુનિ. કોર્પો. દ્વારા આકાર પામશે. જેમાં પોલીસ હેડક્વાટર પાછળની બે અને લાલવાડી વિસ્તારની એક એમ ત્રણ આવાસ યોજનાઑ અંદાજે 83 કરોડ 45 લાખના ખર્ચે આકાર લેશે.

યોજનાઑને બનાવી આપવાનો સંભવિત સમયગાળા 15 માસનો રખાયો છે અંગે સિટી એંજિનિયરની કચેરી મ્યુ.કોર્પો બિલ્ડીંગમાં સવારે 11 વાગ્યે બેઠક યોજવામાં આવી છે. આમ 8 માળના બિલ્ડીંગ આવાસ યોજના તરીકે શહેરની સારી જગ્યાએ આકાર લેશે. યોજનામાં લાભ લેવા માટે ભારતભરમાં કોઈ પણ જગ્યાએ પોતાનું કે કુટુંબીજનોના નામનું મકાન હોવું જોઈએ.

યોજના હાઉસિંગ ફોર ઓલ તરીકે પણ જાણીતી છે

ભારતનીસ્વતંત્રતાના 75 વર્ષ 2022માં પૂરા થાય છે ત્યાં સુધીમાં બધા લોકો પાસે ઘરનું ઘર હોય તેવી કલ્પના વડાપ્રધાને કરી હોય પ્રધાન મંત્રી આવાસ યોજના નામ અપાયું છે યોજનાને હાઉસિંગ ફોર ઓલ 2022 કહેવાય છે. જે અનતર્ગત સમતલ જમીન હોય, રહેણાક હેતુ માટેની જમીન ઉપર વસવાટ હોય તથા નોનો હેઝાડર્સ ઝોનમાં વસાવેલ બિન ક્વાટર્સ વસવાટોને ટેનેબલ સ્લમ તરીકે ઓળખોવામાં આવે છે. આવી જમીનને મુખ્ય સ્તોર્ત તરીકે ઉપયોગ કરી ખાનગી ભાગીદારી મારફતે હાલની ઝૂપડપટીમાં વસવાટ કરતાં લોકોને મૂળ સ્થાન ઉપર પૂન:વસન કરીને પાકા આવાસ રાખવામાં આવશે જે માટે 50 ટકા સ્લમવાસીઓની સહમતી મેળવવી આવશકય રહેશે. પ્રથમ તબક્કામાં જામનગર મનપા એક વર્ષમાં 1804 ફલેટ્સ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો