તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • હાપા ગામમાં ગેરેજ ધરાવતા યુવાનને વ્યાજખોરો દ્વારા ધમકી અપાતા રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાપા ગામમાં ગેરેજ ધરાવતા યુવાનને વ્યાજખોરો દ્વારા ધમકી અપાતા રાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનારણજીતનગરમાં રહેતા અને હાપામાં ગેરેજ ચલાવી રોજગાર મેળવતા એક યુવાને વર્ષ 2015ના જુલાઇ મહિનામાં નગરના સરૂશેકશન રોડ પર રહેતા એક શખ્સ પાસેથી રૂપિયા ચાર લાખ દસ ટકા વ્યાજે લીધા હતા. જ્યારે ખંભાળિયા નાકા બહાર આવેલી નેશનલ હાઇસ્કૂલના અંદરના ભાગમાં રહેતા એક શખ્સ પાસેથી રૂપિયા 80 હજાર 60% વ્યાજે લીધા હતા. બાદમાં સુભાષબ્રિજ પાસે ઓફિસ ધરાવતા એક શખ્સ પાસેથી રૂપિયા 50 હજાર અને એસટીડેપો પર શીવમ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા એક શખ્સ પાસેથી રૂપિયા 15 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા તથા 5 લાખ રોજરોજના વ્યાજ(પાલી)ના હિસાબે લીધા હતા. ચારેય શખ્સોને વ્યાજ સાથે મુદલ પણ ચૂકવી દીધા હોવા છતાં તેઓ દ્વારા અવાર-નવાર યુવાનના ગેરેજે જઇ મફત રિપેરિંગ કામ કરાવી વ્યાજ આપી દેજે તેમ ધમકી આપી હતી.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતા અને હાપામાં ગેરેજ ચલાવી રોજગાર મેળવતા હિમાંશુ હરિભાઇ જેઠવા નામના યુવાને વર્ષ 2015ના જુલાઇ મહિનામાં નગરના સરૂશેકશન રોડ પર રહેતા હરદીપસિંહ રામદેવસિંહ જેઠવા પાસેથી રૂપિયા ચાર લાખ દસ ટકા વ્યાજે લીધા હતા. જ્યારે ખંભાળિયા નાકા બહાર આવેલી નેશનલ હાઇસ્કૂલના અંદરના ભાગમાં રહેતા ભરતસિંહ જાડેજા પાસેથી રૂપિયા 80 હજાર 60% વ્યાજે લીધા હતા બાદમાં સુભાષબ્રિજ પાસે ઓફિસ ધરાવતા મહેન્દ્રસિંહ પાસેથી રૂપિયા 50 હજાર અને એસટીડેપો પર શીવમ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા જયેશભાઈ પાસેથી રૂપિયા 15 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા તથા 5 લાખ રોજરોજના વ્યાજ(પાલી)ના હિસાબે લીધા હતા. ચારેય શખ્સોને વ્યાજ સાથે મુદલ પણ ચૂકવી દીધા હોવા છતાં તેઓ દ્વારા અને ગોકુલનગરની સાયોના શેરીમાં રહેતા દિગુભા જાડેજા નામનો શખ્સ અવાર-નવાર હિમાંશુભાઈના ગેરેજે જઇ મફત રિપેરિંગ કામ કરાવી વ્યાજ આપી દેજે તેમ ધમકી આપી હતી. છેલ્લા સવા વર્ષ દરમિયાન શખ્સોએ અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરી હતી. છેલ્લે તો યુવાનના ગેરેજે જઇ તેને માર-મારવામાં આવતા તેણે વિષચક્ર માથી બહાર નિકડવા મારે પોલીસનો સહારો લેવાનો નિર્ણય કર્યો હતો અને શખ્સો સામે પંચકોશી-બી ડિવિઝનમાં વિધિવત ગુનો નોધાવ્યો હતો. પોલીસે આઇપીસી કલમ 323, 504, 506(2), 386, તથા મનીલેન્ડ એક્ટ કલમ 5, 33, 34 મુજબ ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

પાંચ વ્યાજખોરો દ્વારા મારમારી પઠાણી ઉઘરાણી કરી હોવાનું જણાવાયું

વ્યાજના વિષચક્રમાં ફસાયા બાદ બહાર નીકળવા માટે પોલીસનો સહારો લેવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો