તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • રેલવે જનરલ મેનેજર દ્વારકાની પણ મુલાકાત લેે તેવી સંભાવના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે જનરલ મેનેજર દ્વારકાની પણ મુલાકાત લેે તેવી સંભાવના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બજેટનેઅનુલક્ષીને ભાણવડમાં રેલવે સ્ટેશનની જનરલ મેનેજરે અગાઉ મુલાકાત લીધી હતી તેને અનુસંધાને મહદ્દઅંશે પગલા લેવાયા હતા. પણ ભાણવડના અનેક રેલવેને લગતા કામોમા અસુવિધા પ્રવર્તી રહી છે. ત્યારે આગામી સમયમા જનરલ મેનેજર જામનગર અને દ્વારકાની મુલાકાત લેશે તેવી શકયતાઓ સ્ટેશન માસ્ટર પી,એસ. રાઠોડે જણાવી હતી. પરંતુ હજુ સુધી વિધિવત કાર્યક્રમ રેલવે વિભાગને અપાયો નથી

ભાણવડ રેલ્વે સ્ટેશનની મુલાકાત જનરલ મેનેજર અને સાંસદ પુનમ બેન માડમ દ્વારા પંથકના રેલ્વેને લગતા સ્થાનિક પ્રશ્નોનો અહેવાલ જેતે સમયે લેવામાં આવ્યો હતો અને આગામી સમયમા રેલ્વેના સમય પત્રકમાં અનેક સુધારા વધારા કરવામા આવે તેવી બાહેંધરી આપી હતી. રેલ્વે મેનેજર દ્વારા રેલ્વેની ટૂંકી મુલાકાત લેવામા આવી હતી. લાંબા અંતરની ટ્રેનો જેવીકે પોરબંદર, હાવડા, સિકંદરાબાદ, કોચુવેલી એક્ષપ્રેસ ટ્રેનોનુ ભાણવડ પંથકને સ્ટોપ મળે તથા સમયના ફેરાફારો કરવા પણ તજવીજ થાય તેવી રજુઆત ભાવનગર રેલ્વે ડિવિઝન અને સાંસદ પુનમબેન માડમને કરવામા આવી હતી.

પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેન દરરોજ ૪૫ મિનિટ મોડી હોવાથી યાત્રાળુઓ સમયસર જામનગર અને રાજકોટ પહોચી શકતા નથી તેમજ પ્લેટફોર્મ પર ઓવરબ્રિજની માંગ કરાઇ છે. જેના પ્રત્યુતરમા જનરલ મેનેજરે બાહેંધરી આપી હતી કે મારા લેવલેથી જેટલુ બનશે તેટલુ ઘટતુ કરીશ અને નગરજનોની તમામ ફરીયાદો ઉપર લેવલ સુધી પહોચડીશ અને સિકંદરાબાદ હાવડા, અને કોચિવલી ને ભાણવડ સ્ટોપ મળે તેવા પ્રયત્ન કરવામા આવશે તેવુ જણાવ્યુ હતુ.હાલ રેલવે જનરલ મેનેજર આવવાના છે ત્યારે દ્વારકા જિલ્લાના રેલવેને લગતા અનેક પ્રશ્નો રજુ કરવામા આવે તેવુ અગ્રણીઓએ જણાવ્યુ હતુ.

પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેન હજુ પણ મોડી પહોંચે છે

પ્રશ્નો હલ કરવા અધિકારીઓની મિટિંગ યોજાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો