તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરમાં દોઢ મહિના પહેલા બનેલી અકસ્માતની ઘટના હત્યા હોવાનો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં દોઢ મહિના પહેલા બનેલી અકસ્માતની ઘટના હત્યા હોવાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનજીક સર્જાતા અકસ્માતમાં વધુ એક અકસ્માત ગત માસમાં સર્જાયો હતો. જામનગરના ખંભાળિયા બાયપાસ નજીક સાંઢિયા પૂલ પાસે તા 26 જુલાઈના બપોરે એક વાગ્યે એક યુવાન તેનું બાઇક લઈ રોડની સાઇડમાં ઊભો હતો ત્યારે એક ટ્રકના ડ્રાઇવર દ્વારા પોતાનો ટ્રક પૂરઝડપે બેફિકરાઈથી ચલાવવામાં આવ્યો હતો અને યુવાનનું મૃત્યુ નીપજવવામાં આવ્યું હતું જે અંગે બસપા દ્વારા કલેકટર અને ડીવાયએસપીને આવેદન આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે, ટ્રક ડ્રાઇવર દ્વારા ઈરાદા પૂર્વક યુવાન પર ટ્રક ચડાવી દેવામાં આવ્યો હતો અને જાણીને તેનું ખૂન કરવામાં આવ્યું હતું. હકીકત મૃતક યુવાનના મિત્ર અને બનાવ સ્થળે હાજર યુવાને સોગંદનામા પર જાહેર કરી હતી. તો બનાવ અંગે વિધિવત તપાસ કરવામાં આવે અને આરોપીને સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

જામનગરના ખંભાળિયા બાયપાસ નજીક સાંઢિયા પૂલ પાસે ગત તા 26 જુલાઈના બપોરે એક વાગ્યે શૈલેષ પરષોતમભાઈ પરમાર નામનો યુવાન તેનું બાઇક લઈ રોડની સાઇડમાં ઊભો હતો ત્યારે જીજે-12-યૂ-7846 નંબરના ટ્રકના ડ્રાઇવર દ્વારા પોતાનો ટ્રક પૂરઝડપે બેફિકરાઈથી ચલાવવામાં આવ્યો હતો અને યુવાનનું મૃત્યુ નીપજવવામાં આવ્યું હતું જે અંગે બસપા દ્વારા કલેકટર અને ડીવાયએસપીને આવેદન આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે, ટ્રક ડ્રાઇવર દ્વારા ઈરાદા પૂર્વક શૈલેષ પર ટ્રક ચડાવી દેવામાં આવ્યો હતો અને જાણીને તેનું ખૂન કરવામાં આવ્યું હતું. હકીકત મૃતક યુવાનના મિત્ર અને બનાવ સ્થળે હાજર એવા બાબુભાઈ મેરૂભાઈ આંબલીયાએ સોગંદનામા પર જાહેર કરી હતી. તો બનાવ અંગે વિધિવત તપાસ કરવામાં આવે અને આરોપીને સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

કલેક્ટર, ડીવાયએસપી સહિતના અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું

બસપા દ્વારા બનાવની તટસ્થ તપાસ કરવા તંત્ર સમક્ષ કરાયેલી માગણી

બનાવના એક મહિના પહેલા શૈલેષ પરસોતમભાઈ પરમાર સાથે તેના બે મિત્રો શૈલેષના બાઇક ઉપર સાંજના સાત વાગ્યે સાંઢિયાપૂલ જતાં હતા.શૈલેષના ઘર પાસે પહોંચ્યા ત્યારે ટ્રક ડ્રાઇવર મિલન સતવારાએ ટ્રક બેફિકરાઈથી ચલાવીને અપશબ્દો કહેલાં, જેથી ટ્રક ડ્રાઇવર સાથે બોલાચાલી થઈ હતી, બાદમાં ટ્રક ડ્રાઇવરે શૈલેષને કહ્યુ હતું કે, હું તને જોઈ લઇશ. બાદ બનાવ બન્યો છે.

બનાવના એકાદ મહિના પહેલા માથાકૂટ થઈ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો